સુરતના મેયર પદે ડો. જગદીશ પટેલ, ભાવનગરના મેયર પદે મનહર મોરીની વરણી

728_90

સુરત મનપામાં ફરી સૌરાષ્ટ્રવાસીઓનો દબદબો જોવા મળ્યો છે. સુરત મહાનગરપાલિકામાં મેયર પદે ડો. જગદીશ પટેલની વરણી કરવામાં આવી છે. ડો. જગદીશ પટેલ મૂળ સૌરાષ્ટ્રના છે. જ્યારે પૂર્વ મેયર અસ્મિતા સિરોયા પણ સૌરાષ્ટ્રના જ હતા.

સુરતીઓના ફાળા ફરીથી સ્થાયી સમિતિ આવી છે. જ્યારે સુરતના મેયર તરીકે ભૂપેન્દ્ર સોલંકીના નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી. કોંગ્રેસની દરખાસ્ત 35 વિરુધ્ધ 74 મતે રદ્દ થઇ છે. મેયર તરીકે ડો. જગદીશ પટેલે વિધિવત પદભાર સંભાળ્યો છે.

આમ સુરતના મેયર તરીકે જગદીશ પટેલની વરણી કરવામાં આવી છે જ્યારે ડે. મેયર તરીકે નિરવ શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ગિરજાશંક મિશ્રા અને મનપાના દંડક તરીકે દક્ષાબેન ઝરીવાલાની નિમણૂક કરવામાં આવી છે.

ભાવનગરમાં મનપાના મેયર પદનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગરના મેયર તરીકે મનહર મોરીની વરણી થઇ છે. ઉલ્લેખનીય છે કે મનહર મોરી ભાવનગરના ત્રીસમાં મેયર બન્યાં છે. ડે. મેયર તરીકે અશોક બારેયાની વરણી કરવામાં આવી છે. જ્યારે મનપાના દંડક તરીકે પરેશ પંડયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

You might also like
728_90