સુરત એરપોર્ટ હવેથી 24 કલાક ધમધમશે, ઇન્ટરનેશનલ ફ્લાઇટોને મળી મંજૂરી

સુરતઃ એરપોર્ટને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટોને પણ મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ મંજરીને લઇને હવેથી સુરત એરપોર્ટ પર ભારે ઘસારો વધશે. સુરત એરપોર્ટ નવી ફ્લાઈટોને મંજૂરી મળતાં એરપોર્ટ હવેથી 24 કલાક ધમધમશે.

એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડીંગને પણ હવેથી વધુ વિસ્તારવામાં આવશે. નવા ટર્મિનલ બિલ્ડીંગને પણ એરપોર્ટ પર સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. રન-વેનાં ફ્લાઈંગ ઝોનમાં આવતી ઇમારતોની હવે ઓળખ કરવામાં આવશે. 17 બિલ્ડીંગની ઓળખ કરીને 4 માળથી વધુનું બાંધકામ હવે દૂર કરવામાં આવશે.

સુરત એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ્સની સંખ્યા વધવા સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટેનાં ચક્રો ગતિમાન થયાં છે. જેમાં સુરતની સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ તરીકે શારજાહ-સુરતની ફ્લાઇટની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી.

પરંતુ આ ફ્લાઇટ ઇન્ટરનેશનલ ઓપરેશન્સ હોવાંથી સ્લોટનો પ્રોબ્લેમ નડી રહ્યો હતો. પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ હવેથી સુરતને 24 કલાક ધમધમતું એરપોર્ટની કેટેગરીમાં મૂકતા સુરતને પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાનો માર્ગ ખૂબ સરળ થઇ ગયો છે.

You might also like