VIDEO: સુરતનાં ઉદ્યોગપતિ વસંત ગજેરાને જેલમાં VIP સુવિધા

728_90

સુરતઃ ઉદ્યોગપતિ વસંત ગજેરાને જેલમાં VIP સગવડ આપવામાં આવી રહી છે. સિવિલમાં સારવાર દરમિયાન વસંત ગજેરાને વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. વસંત ગજેરા સિવિલમાં મોબાઇલ પર વાત કરતા કેમેરામાં કેદ પણ થયાં હતાં.

બોગસ દસ્તાવેજનાં ગુનામાં વસંત ગજેરા હાલમાં કસ્ટડીમાં છે. પગ અને કમરનાં દુઃખાવાની ફરિયાદને લઇને તેઓને હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. પોલીસની સામે જ વસં ગજેરા મોબાઇલ પર વાત કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગ અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલાં ગુજરાતનાં જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને તેમનાં નાના ભાઈ ચુનીભાઇ ગજેરા પર હાઈકોર્ટે પોલીસ ફરિયાદ દાખલ કરવાનાં કરેલા આદેશ બાદ બંને સામે કતારગામ પોલીસે એક બાદ એક એમ બે ખોટા દસ્તાવેજો બનાવવાનાં કેસ દાખલ કર્યા છે.

પોલીસે પોતાની ફરિયાદમાં બોગસ દસ્તાવેજોનાં આધારે જમીનનાં દસ્તાવેજોમાં પોતાનાં નામ ઉમેરાવી સ્કુલ બનાવવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે વસંત ગજેરા સિવાયનાં આરોપીઓની ધરપકડ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.

You might also like
728_90