સુરતમાં એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો

સુરતઃ જિલ્લાનાં પાંડેસરા વિસ્તારમાં આજે એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવાંની ઘટના સામે આવી છે. ઉડીસાવાડી યુવક પર કેટલાંક અજાણ્યાં શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. ચહેરા, પેટ અને ગળાનાં ભાગે 5 વાર કરવામાં આવ્યાં છે. આ હુમલો જૂની અદાવતમાં થયો હોવાંની ચર્ચા ચાલી રહી છે.

મહત્વનું છે કે આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયો હતો. જો કે ત્યાર બાદ આ યુવકને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. ત્યારે હવે પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરની પાંડેસરા ખાતેની જલારામ નગર સોસાયટીનાં મેદાનમાં અજય નામનાં એક યુવક પર હુમલો થયો હતો. કેટલાંક અજાણ્યાં લોકો આ યુવક પર તલવાર અને તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકીને ફરાર થઇ ગયા હતાં.

આ ઘટનાની જાણ થતાં જ સોસાયટીવાસીઓ દોડી આવ્યાં હતાં અને તે યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દીધો હતો. છેલ્લાં ઘણાં લાંબા સમયથી બે જૂથ વચ્ચે ચાલતી તકરારમાં આ હુમલો થયો હોવાંની આશંકા સેવાઇ રહી છે.

You might also like