VIDEO: સુરતમાં ઉંભેળ ગામ પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત, 2નાં મોત

સુરતઃ કામરેજનાં ઉંભેળ ગામ પાસે ત્રિપલ અકસ્માત થયો છે. બે કાર અને એક કન્ટેનર વચ્ચે અકસ્માત થતાં 2 લોકોનાં મોત થયાં છે તેમજ 2 લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

રોંગ સાઇડમાં આવતી કારની અડફેટે અન્ય કાર ફંગોળાઇ ગઇ હ તી. ફંગોળાયેલી કાર ડિવાંઇડર કુદીને અથડાઇને કન્ટેનર સાથે અથડાઇ હતી. જો કે ફંગોળાયેલી કારને બચાવવા જતાં કન્ટેનર પલટયું હતું. આ સમગ્ર બનાવને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતનાં ઉંભેળ ગામ નજીક હાઇ-વે પર ત્રિપલ અકસ્માત
બે કાર અને એક કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત
રોંગ સાઈડમાં આવતી કારની અડફેટે અન્ય કાર ફંગોળાઈ
ફંગોળાયેલી કારમાં સવાર 5 પૈકી 2ના ઘટનાસ્થળે મોત
તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

You might also like