અબકી બાર રાવત સરકાર : કેન્દ્રએ રાષ્ટ્રપતિ શાસન કર્યું રદ્દ

નવી દિલ્હી : બુધવારે સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ શાસન પાછુ ખેંચી લેવામાં આવ્યું હતું. આ જાહેરાત સુપ્રીમ કોર્ટનાં એટર્ની જનરલ દ્વારા હરીશ રાવત 33 મત દ્વારા જીતી ગયા હોવાની જાહેરાત બાદ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જાહેરાત બાદ કેન્દ્રને રાષ્ટ્રપતિ શાસન હટાવવા માટેનાં આદેશ થયા હતા. સુપ્રીમ કોર્ટે બુધવારે બપોરે ઉતરાખંડમાં થયેલા શક્તિ પરિક્ષણનાં પરિણામોની જાહેરાતકરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે,વિધાનસભામાં હરીશ બહુમતી સાબિત કરવામાં સફળ રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલા રાજનીતિક સંકટનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ શાસન હટાવવા માટેનો કેન્દ્રને આદેશ આપ્યો છે આ સાથે જ હરીશ રાવતની સરકાર ફરીથી ત્રીજી વખત સત્તામાં આવ્યા છે.

ઉત્તરાખંડમાં વિધાનસભામાં બહુમતિ સાબિત કરવા માટે શક્તિ પરીક્ષણ પૂરૂ થઇ ગયું છે. વિધાનસભમાં કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઇ હતી અને 12 વાગે શક્તિ પરીક્ષણ પૂર્ણ થયું હતું. જેનું રિઝલ્ટ સુપ્રીમ કોર્ટ બુધવારે જાહેર કરશે. ત્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે હરીશ રાવતે બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. કોંગ્રેસ નેતાઓનો દાવો છે કે તેમણે 33 સીટો પર બહુમતી પ્રાપ્ત કરી લીધી છે.
આજે ઉત્તરાખંડમાં હરીશ રાવતે મહત્વની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે શક્તિ પ્રદર્શનમાં હરીશ રાવતે 33 સિટોથી બહુમતી પ્રાપ્ત કરી છે. ત્યારે ઉત્તરાખંડમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે. હરીશ રાવતના સમર્થનમાં શક્તિ પ્રદર્શન પહેલાં જ BSPના બે ધારાસભ્યો જોડાયા હતા . ત્યારે કોંગ્રેસના ભાગે 34 અને ભાજપના ફાળે 28 સિટો આવતા કોંગ્રેસે ફરી બહુમતી પ્રાપ્ત કરીને ઉત્તરાખંડ પર સત્તા પ્રાપ્ત કરી લીધી છે. ઉત્તરાખંડમાં વિધાનસભાનીકુલ 71 સિટો છે. જેમાં 9 બળવાખોર ધારાસભ્યો મતદાન કરી શક્યતા ન હતા. ત્યારે રાવત માટે બહુમત પ્રાપ્ત કરવી મુશ્કેલ હતી. ઉલ્લેખનિય છે કે માર્ચ મહિનાના અંતથી ઉત્તરાખંડમાં રાજકિય સંકટ શરૂ થયો હતો. ત્યાર બાદ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું હતું.
હરીશ રાવતનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યા બાદ ભાજપના એક પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળીને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની માંગ કરી હતી.

You might also like