સુપ્રીમે મોદી સરકારને આપ્યો ઝટકો, અરૂણાચલમાં ફરીથી બનશે કોંગ્રેસની સરકાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્રની મોદી સરકારને આકરો ઝટકો આપ્યો છે. કોર્ટે અરૂણાચલ પ્રદેશમાં બનેલી કલીખો પુલની સરકારને અસંવૈધાનિક ગણાવી છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની સરકારને ફરીથી પુનર્સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે.

આ ઐતિહાસિક ફેંસલામાં સુપ્રીમ કોર્ટે 15 ડિસેમ્બર 2015ની સ્થિતિ પુનર્સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઇએ કે તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને નબામ તુકી સીએમ હતા. કોર્ટે કહ્યું હતું કે રાજ્યપાલનો સમય પહેલાં વિધાનસભા સત્ર બોલાવવનો ફેંસલો અને તેની પૂરી પ્રક્રિયા અસંવૈધાનિક હતી. સાથે જ સ્પીકરને હટાવવા પણ અસંવૈધાનિક હતું.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યપાલ દ્વારા સમય પહેલાં વિધાનસભા સત્ર બોલાવવાનો નિર્ણય, તેની સંપૂર્ણ પ્રક્રિયા અસંવૈધાનિક હતી. સુપ્રીમ કોર્ટના અનુસાર રાજ્યપાલે પોતાની શક્તિઓનો દુરૂઉપયોગ કર્યો છે. તમને જણાવી દઇએ કે પહેલાં ઉત્તરાખંડમાં પણ સુપ્રીમ કોર્ટની દખલગીરી બાદ કોંગ્રેસની સરકાર બહાલ થઇ હતી. આ કેન્દ્ર સરકારના માટે બીજો ઝટકો હતો.

ફેબ્રુઆરીમાં બની હતી નવી સરકાર
આ વર્ષે ઘણા મહિનાથી રાજકીય સંકટ બાદ અરૂણાચલ પ્રદેશમાં ભાજપના સહયોગથે કોંગ્રેસના બાગી નેતા કલિખો પુલે રાજ્યના મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. કલિખો પુલને કોંગ્રેસના 19 બાગી ધારાસભ્યોનું સમર્થન અને બહારથી 11 ભાજપના ધારાસભ્યો અને બે અપક્ષોનું સમર્થન પ્રાપ્ત હતું. રાજ્યમાં 60 વિધાનસભા સીટ છે.

રાજ્યમાં ગત વર્ષે શરૂ થયું હતું રાજકીય સંકટ
તમને જણાવી દઇએ કે રાજ્યમાં સંવૈધાનિક સંકટની શરૂઆત ગત વર્ષે ત્યારે થઇ હતી જ્યારે 60 સભ્યોવાળી અરૂણાચલ વિધાનસભામાં ત્યારની કોંગ્રેસ સરકારના 47 ધારાસભ્યોમાંથી 21 (તેમાં બ અપક્ષ) ધારાસભ્યોએ પોતાની જ પાર્ટી અને મુખ્યમંત્રી વિરૂદ્ધ બગાવત કરી.

નબામ તુકીએ વ્યક્ત કરી ખુશી
કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકીએ સુપ્રીમ કોર્ટના ફેંસલા પર ખુશી વ્યક્ત કરી છે. તુકીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે લોકતંત્રને બચાવ્યું છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો છે. હવે તે રાજ્યમાં કોંગ્રેસના 47 ધારાસભ્યો સાથે વાતચીત કરશે. ત્યારબાદ આગળની નીતિ પર વિચાર કરવામાં આવશે.

‘સંઘના કાર્યકરતા તરીકે કામ કરી રહ્યાં છે રાજ્યપાલ’
કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ સુપ્રીમ કોર્ટના આ ફેંસલા પર કહ્યું કે આ સંવિધાન અને લોકતંત્રની જીત છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે દેશમાં એવી સ્થિતિ પેદા કરી દીધી છે કે લોકતંત્રને ખતરો ઉભો થયો છે. રાજ્યપાલ કેન્દ્રના ઇશારે કામ કરી રહ્યા છે. રાજ્યપાલ સંઘના કાર્યકર્તા લાગે છે.

You might also like