અયોધ્યા મામલે સુપ્રીમમાં 14 માર્ચે વધુ હાથ ધરાશે સુનાવણી

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ. જેના પગલે આજે આખા દેશની નજર સુપ્રિમ પર હતી. જો કે સુપ્રિમ કોર્ટેમાં મામલે 14 માર્ચે વધુ સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમે દસ્તાવેજો ભેગા કરવા માટે બંને પક્ષોને સમય આપ્યો. સુપ્રીમ કોર્ટમાં 42 પુસ્તકો રજૂ કરાયાં. અંગ્રેજી અનુવાદ રજૂ કરવા આદેશ કર્યો.

જો કે ગત સુનાવણીમાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની બેંચે સ્પષ્ટ પણે જણાવી દીધું હતું કે, આ મામલે કોઈપણ સુનાવણી આગળ ઠેલવામાં આવશે નહીં, પણ દસ્તાવેજો ભેગા કરવા માટે બંને પક્ષોને સમય આપ્યો છે.

હાઈકોર્ટની બેંચે સુન્ની વકફ બોર્ડ અને અન્યોની દલીલને ખારિજ કરી હતી કે, જેમાં આ મામલે સુનાવણી ચૂંટણી બાદ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. 5 ડિસેમ્બરે મુસ્લિમ પક્ષકારો તરફથી કપિલ સિબ્બલે કહ્યું હતું કે, ‘આ મામલે સુનાવણી કરવાની આટલી બધી જલ્દી કેમ છે?’ જો કે સ્પેશિયલ બેંચે સ્પષ્ટ કહી દીધું હતું કે, 8 ફેબ્રુઆરીએ આ મામલે અંતિમ સુનાવણી થશે અને હવે સુનાવણીમાં મોડું કરવામાં આવશે નહીં.

રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી શું કહેવાયું?
રામ જન્મભૂમિ ટ્રસ્ટ, રામ લલા અને અન્ય ટ્રસ્ટ તરફથી હરીશ સાલ્વે અને સીએસ વૈધનાથન કોર્ટમાં રજૂ થયા હતા. તેમણે દલીલ કરી હતી કે, આ અપીલ છેલ્લા સાત વર્ષથી લંબિત છે. કોઈને ખબર નથી કે નિર્ણય શું થવાનો છે? આ મામલે હવે સુનાવણી થવી જોઈએ. કોર્ટને બહાર શું થાય છે તેનાથી કોઈ મતલબ નથી હોતો.

ત્રણ જજની સ્પેશિયલ બેંચ આજે કરશે સુનાવણી
21 જુલાઈ 2017ના રોજ સુપ્રિમમાં ભાજપના નેતા સ્વામીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને અયોધ્યા કેસની સુનાવણી ઝડપથી થાય તે માટે અપીલ કરી હતી. આજે ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નજીર આ મામલે સુનાવણી કરશે.

You might also like