સતલુજ – યમુના લિંક વિવાદ : સુપ્રીમના ચુકાદા બાદ અમરિંદર અને કોંગ્રેસી MLAના રાજીનામા

નવી દિલ્હી : સતલુજ – યમુના નહેર કેસમાં પંજાબનીની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અને લોકસભા સાંસદ કૈપ્ટન અમરિંદરસિંહે લોકસભા સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે સાથે પંજાબનાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ પણ આ નિર્ણયનાં વિરોધમાં રાજીનામું આપી દીધું છે.

બીજી તરફ બાદલ સરકારે ગુરૂવારે સાંજે છ વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે. પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનાં આ ચુકાદા બાદ આ મુદ્દો વધારે જોર પકડે તેવી શક્યતાઓ છે. સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ અમરિંદરસિંહે ગુરૂવારે પોતાનું રાજીનામું લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનને મોકલી આપ્યો હતો. બીજી તરફ રાજ્યના તમામ કોંગ્રેસ ધારાસભ્યોએ પણ આ નિર્ણય અંગે વિરોધ વ્યક્ત કર્યો અને અમરિંદર સિંહને પોતાનું રાજીનામુ સોંપી દીધું.

કોંગ્રેસ નેતા રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું કે, પંજાબ એક ટીપુ પાણી ન આપી શકે. આ નિર્ણય પંજાબની વિરુદ્ધ અને હરિયાણાનાં પક્ષમાં છે. પંજાબ સરકારને ઝટકો આપતા સુપ્રીમ કોર્ટે ગુરૂવારે 2004ના પંજાબ એક્ટને રદ્દ કરી દીધો. સુપ્રીમ કોર્ટે પંજાબનાં આ પગલાને પણ અસંવૈધાનિક ગણાવ્યું હતુ. નોંધનીય છે કે પંજાબ સરકારનાં આ એક્ટ હેઠળ તમામ પાડોશી રાજ્યોની સાથે જળ વહેંચણી સંબંધી સમજુતીઓને ખતમ કરી દેવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે પંજાબ સરકાર બીજા રાજ્યો સાથે જોડાયેલા આ પ્રકારની સમજુતીઓને એક તરફી રીતે ખતમ ન કરી શકે.

કોર્ટે કહ્યું કે પંજાબનો 2004નો સુપ્રીમ કોર્ટ દ્વારા 2003માં આ પ્રકારનાં મુદ્દા પર અપાયેલા ચુકાદાથી ઉલટ છે. હવે કોર્ટે આ અંગે નિર્માણ કાર્ય બહાર પાડવાનાં નિર્દેશ આપ્યા છે. જેની માંગ વર્ષોથી હરિયાણા દ્વારા કરવામાં આવતી રહી છે. હવે આ નહેર પર કેન્દ્રનું નિયંત્રણ હશે અને નિર્માણ કાર્ય પણ ચાલુ રહેશે.

You might also like