કેરળમાં દારૂબંધીને સુપ્રીમની મ્હોરઃ માત્ર ફાઇવ સ્ટાર હોટલોમાં જ મળશે દારૂ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેરળમાં દારૂનાપ્રતિબંધને યોગ્ય ઠેરવેલ છે. સુપ્રીમ કોર્ટે આજે કેરળમાં દારૂબંધી લાગુ કરવા અંગે કેરળ સરકારે બનાવેલી નીતિને મંજુરી આપી છે. રાજયમાં ૧૦ વર્ષ માટે દારૂ ઉપર સંપુર્ણ રીતે પ્રતિબંધ મુકવા માટે બનાવવા આવેલી નીતિ અનુસાર માત્ર ફાઇવ સ્ટાર હોટલોમાં જ દારૂનું વેચાણ કરવાને પરવાનગી આપવામાં આવી છે. અત્રે એ નોંધનીય છે કે, બાર માલિકોએ સરકારની નીતિ સામે સુપ્રીમમાં અપીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે સરકારની આ નીતિ હેઠળ કેરળમાં બારમાં દારૂ ઉપર પ્રતિબંધને ચાલુ રાખ્યો છે. માત્ર ફાઇવ હોટલોમાં જ દારૂ પીરસવામાં આવશે. જયારે બેત્રણ અને ચાર સ્ટાર બારવાળાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. બાર માલિકોએ હાઇકોર્ટમાં પણ સરકારની નીતિને પડકારી હતી જે પછી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઇ હતી.

કેરળમાં સૌથી વધુ ૧૪.૯ ટકા દારૂનું વેચાણ છે. રાજયમાં દારૂબંધીની નીતિ બનાવવામાં આવી છે જે હેઠળ સરકાર જ દારૂ સપ્લાય કરે છે અને રાજયમાં દારૂની ૭૩ર દુકાનો છે. જયાંથી દારૂ ખરીદી શકાય છે. રાજયમાં માત્ર ર૦ ફાઇવ સ્ટાર હોટલ છે અને માત્ર તેમને જ બારના લાયસન્સ આપવામાં આવ્યા છે.

કેરળ હાઇકોર્ટે ૩૧મી માર્ચના રોજ પોતાના ફેંસલામાં દારૂ ઉપર પ્રતિબંધની પોલીસીને યોગ્યઠેરવી હતી. હાઇકોર્ટે એવુ પણ કહેવુ હતુ કે, દારૂ વેચવો કયાંય પણ ફન્ડામેન્ટલ રાઇટ નથી (મુળ અધિકાર નથી), દારૂ ઉપર પોલીસી બનાવવાનું સંપુર્ણ રીતે રાજય સરકાર ઉપર નિર્ભર હોય છે. કેરળમાં એક માણસ સામાન્ય રીતે વર્ષમાં લગભગ ૮.૩ લીટર દારૂ પી જાય છે. જે નેશનલ એવરેજથી બમણુ છે.

You might also like