આજે SCમાં મહત્વના કેસો પર સુનાવણી, આધાર-સબરીમાલા-ચાર્જશીટ નેતાઓના કેસ સામેલ

આજે સુપ્રિમ કોર્ટમાં અનેક મહત્વના મુદ્દાઓ પર સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. જો કે તેમાં 8 મુદ્દાઓ સૌથી વધુ સંવેદનશીલ છે. સુપ્રિમ કોર્ટના 5 ન્યાયાધીશોની પીઠ આ મહત્વના મુદ્દાઓ પર સુનાવણી કરશે.

જેમાં આધાર કાર્ડ ફરજિયાત કરવાના મામલે સુનાવણી થશે. ઉપરાંત સુપ્રિમ કોર્ટ સમલૈંગિકતા અને સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ જેવા મુદ્દાઓ પર સુનાવણી કરે તેવી પણ શક્યતા છે. ઉપરાંત કોર્ટમાં પારસી મહિલાઓના અધિકાર, લૉયલ્ટીમાં મહિલાઓ પણ દોષી કે નહીં તે મામલે પણ સુનાવણી કરે તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે આ તમામ મુદ્દાઓ પર બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી, એવામાં સુપ્રિમની સુનાવણી અને તેના નિર્ણયો મહત્વના સાબિત થઈ શકે છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની આગેવાનીમાં બનેલી પાંચ જજની બેંચ આ સંવેદનશીલ મુદ્દાઓની સુનાવણી કરશે.

આધાર કાર્ડ મામલે સુનાવણી
આધારના કારણે થતો પ્રાઈવેસીનો ભંગ મામલે પણ સુપ્રિમ સુનાવણી કરી શકે છે. આ મામલે હાઈકોર્ટના રિટાયર્ડ જજ પુટ્ટુસ્વામીએ ફરિયાદ કરી છે. આધાર ફરજિયાત કરવાથી તેમાં અપાયેલી માહિતીથી લોકોની પ્રાઈવેસીનો ભંગ થશે કે નહીં તે મામલે સુનાવણી થશે. એવી પણ સુનાવણી થઈ શકે છે કે, જો કોઈ કંપની આધાર લીક કરે તો તેને શું સજા થશે?

ચાર્જશીટ નેતાઓ ચૂંટણી લડી શકશે કે નહીં?
ચાર્જશીટ નેતાઓ એટલે કે જેમના પર કોઈ કેસ ચાલતા હોય તેવા નેતાઓ ચૂંટણી લડી શકશે કે નહીં તેના પર પણ સુનાવણી થશે. એવામાં ચાર્જશીટ નેતાઓના ભવિષ્ય પર જોખમની તલવાર લટકી રહી છે.

સમલૈંગિકતા પર થશે સુનાવણી
આજે સુપ્રિમ કોર્ટ કલમ 377 પર સુનાવણી કરશે. જેના અંતર્ગત સમલૈંગિકતાને ગુનો ગણવામાં આવી રહ્યો છે. લોકો સમલૈંગિક લોકો વચ્ચે શારીરિક સંબંધ અપરાધ છે, તેવું માની રહ્યા છે. એવામાં સુપ્રિમની સુનાવણી પર લોકોની નજર રહેશે.

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે સુનાવણી
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી, જેના પર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. એવામાં સુપ્રિમ મહિલાઓને આ મંદિરમાં પ્રવેશ આપે છે કે નહીં તે જોવું રહ્યું.

You might also like