રાઇટ ટુ પ્રાઇવસી પર ગુરુવારે ચૂકાદો આપશે સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: ટ્રિપલ તલાક પર મહત્વનો ચૂકાદો આપ્યા બાદ સુપ્રીમ કોર્ટ હવે ગુરુવારે રાઇટ ટુ પ્રાઇવસી એટલે કે ગોપનીયતાની બાબતે પોતાનો ચુકાદો આપશે. રાઇટ ટુ પ્રાઇવસીને સંવિધાન હેઠળ મૂળ અધિકાર માનવો જોઇએ કે નહીં, એી પર ઉચ્ચ કોર્ટની સુનાવણી બાદ 2 ઓગસ્ટે નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ જેએસ ખેહરની આગેવાની વાળી 9 જજોની બંધારણીય બેંચ આ બાબત પર સુનાવણી કરી રહી છે.

9 જજોની બેંચે સુનાવણી દરમિયાન એની પર વિચાર કર્યો છે કે રાઇટ ટુ પ્રાઇવસીની અધિકારની પ્રકૃતિ શું છે. આ ઉપરાંત 1954 અને 1962માં રાઇટ ટુ પ્રાઇવસીને મૂળ અધિકાર ન માનનારાના બે નિર્ણયોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો. આધાર કાર્ડ સ્કીમમાં નાગરીકોની ગોપનીયતાને હનનને લઇને દાખલ અરજીની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ પ્રાઇવસીની નિર્ધારણ માટે સંવૈધાનિક પીઠના ગઠનનો નિર્ણય લીધો હતો.

રાઇટ ટુ પ્રાઇવસીને લઇને કર્ણાટકના કેટલાક લોકોએ અરજી દાખલ કરી છે. આ બાબતેની સુનાવણી દરમિયાન આધાર કાર્ડ રજૂ કરનારી સંસ્થા ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણે કહ્યું હતું કે સંસદ તરફથી બનાવવામાં ાવેલા તમામ કાયદા અલગ અળગ પ્રકારથી આ પ્રાઇવસીનું સંરક્ષણ કરે છે, પરંતુ આ મૂળ અધિકાર માની શકાય નહીં.

http://sambhaavnews.com/

You might also like