સુપ્રીમ કોર્ટે ફરી ફગાવ્યા આસારામના જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નાબાલિગ બળાત્કારના આરોપમાં જેલમાં બંધ પ્રવચનકર્તા આસારામને જામીન પર છોડવા માટે આજ ફરીથી સ્પષ્ટ ના પાડી દીધી છે. ન્યાયાધિશ એ.કે. સિકરી અને એન.વી. રમન્નાની પીઠમાં આસારામની અરજી ફગાવી દીધી છે. આસારામના વકીલે આસારામની તબિયત ખરાબ હોવાની અરજી આપીને જામીન આપવાની અરજી દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે એને મંજૂર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. ન્યાયાલયે આસારામની નિયમિત જામીનની અરજી પર ગુજરાત સરકારનો જવાબ માંગ્યો છે, આ મુદ્દે આગળની સુનાવણી 21 નવેમ્બરે થશે.

નોંધનીય છે કે આ પહેલા આસારામ પોતાના ખરાબ સ્વાસ્થ્યની અરજી આપીને ધણી વખત જામીન મંજૂર થાય તેવી અપીલ કરી ચૂક્યા છે, જેને કોર્ટ નકારતી રહી છે. આસારામ અને તેનો પુત્ર નારાયણ સાઇ પર બંને બહેનો સાથે દુષ્કર્મનો આરોપ છે. તાજેતરમાં જ આસારામને સ્વાસ્થ્યની તપાસ માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ડોક્ટરોની એક ટીમે આસારામની સ્વાસ્થ્યની તપાસ રિપોર્ટ કોર્ટને સોંપી દીધી છે.

You might also like