5 સાડી ચોરનારને 1 વર્ષની જેલ અને માલ્યા મહેલમાં મહાલે છે : સુપ્રીમ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક કેસની સુનવણી કરતા દારૂનાં વેપારી વિજય માલ્યા પર કટાક્ષ કર્યો હતો. તેલંગાણાનાં એક વ્યક્તિએ 5 સાડી ચોરવાનાં આરોપમાં એક વર્ષ જેલની સજા ભોગવી હતી. આ કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે એવા વ્યક્તિનું શું જેણે કરોડો રૂપિયાની ઠગાઇ કરી છે. જો કે સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરતા વિજય માલ્યાનો કોઇ ઉલ્લેખ કર્યો નથી. જો કે આ કટાક્ષ પરથી કોર્ટનો ઇશારો માલ્યા તરફ હોવાનું જ સામે આવ્યું છે.

સી.એચ એલિયા નામનાં એક વ્યક્તિને એક વર્ષ પહેલા હૈદરાબાદથી પકડવામાં આવ્યો હતો. જે ને ટ્રાયલ વગર જ જેલમાં પુરી દેવાયો હતો. સુપ્રીમ કોર્ટમાં આરોપીની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનવણી કરતા સવાલ કર્યો હતો કે તેલંગાણા સરકાર સાડીનાં ચોરને કસ્ટડીમાં કઇ રીતે લઇ શકે ?

મીડિયા રિપોર્ટ પ્રમાણે મુખ્ય ન્યાયાધીશ જે.એશ ખેહરે કહ્યું કે એક વ્યક્તિ કરોડો રૂપિયા લઇને ફરાર થઇને રાજાશાહી ઠાઠથી રહી રહ્યો છે. જો કે અહીં એખ વ્યક્તિ સાડીની ચોરીનાં કારણે જેલમાં છે. ઉલ્લેખનીય છે કે સાડી ચોરીનાં આરોપીનાં વકીલની દલીલ હતી. ગુનાની સાબિતી માટે કોઇ સાક્ષી પણ નહોતો. તેલંગાણા સરકારે ધરપકડ અંગે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે હૈદરાબાદમાં સાડી ચોરોની એક ગેંગ ચાલી રહી હતી. ઘણા વેપારીઓને આના સંદર્ભે ફરિયાદ કરી હતી.

You might also like