નિર્ભયાકાંડમાં આરોપીઓને ફાંસીથી કોઇ ઓછી સજા ન હોઇ શકે :સુપ્રીમ

નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે દોષીતોએ ક્રુરતા, પૈશાચિક પ્રવૃતિ તથા નિર્દયતાની તમામ હદો પાર કરી દીધી હતી. આરોપીઓએ જે માઇન્ડસેટ દેખાડ્યું છે તે સંભ્રાત પરિવેશને ઝકઝોરનારૂ છે. નિર્ભયા ગેંગરેપ અને મર્ડરની સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે શઉક્રવારે કહ્યું કે એવું લાગે છે કે આ કોઇ બીજા જ વિશ્વની વાત છે. જ્યાં માનવતા નામની કોઇ વસ્તુ જ નથી. ગુનેહારોએ પાશવિક જાનવરની જેમ હવસનો આનંદ લેવા માટે યુવતીને મનોરંજનનું સાધન બનાવ્યું છે.

કોર્ટે 429 પેજનાં પોતાનાં ચુકાદામાં કહ્યું કે સેક્ટની ભૂખ, હિંસક એક્ટ અને કામવિકૃતી માટે તેમણે સામુહીક ચેતનાને ઝકઝોરી નાખી છે. આ સંપુર્ણ ઘટના પરથી સાબિત થાય છે કે કઇ રીતે અનિયંત્રિત હવસ માટે તેમણે ક્રુર કૃત્ય કર્યું. ક્રુરતાવાળું જે માઇન્ડસેટ દોષીતોએ દેખાડ્યું તે સ્તબ્ધ કરનારૂ છે. કોર્ટે પોતાનાં ચુકાદામાં ચારેય આરોપીઓને અપીલ ફગાવી દીધી હતી.

સુપ્રીમે કહ્યું કે શિયાળાની રાર્તે 16 ડિસેમ્બર, 2012એ જ્યારે યુવતીએ પોતાનાં મિત્ર સાથે પીવીઆર સિનેમાંથી નિકળી તો તેણે વિચાર્યું પણ નહી હોય કે બસમાં રહેલા 6 લોકો તેને હવસનો શિકાર બનાવશે. આ લોકોએ પોતાની કામવાસનાં સંતોષવાં યુવતીનાં ગુપ્તાંગને ક્ષત વિક્ષત કર્યું. તેમનાં ગાંડપણે યુવતીને મોતનાં મુખમાં ધકેલી.આટલુ કર્યા પછી તેણે યુવતીને તેનાં મિત્ર સાથે કપડા વગર જ ફેંકી દીધી હતી. તેના પર બસ ચડાવવાનો પણ પ્રયાસ કર્યો. બંન્ને રસ્તા વચ્ચે કપડા વગર જ પડ્યા રહ્યા. લોકોએ તેમને કપડા અને ચાદર આપ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા.

આરોપીઓએ ક્રુરતાની તમામ હદો વળોટી દીધી હતી. આ પ્રકારનાં ગુનાઓ સમાજમાં ડર પેદા કરે છે. જે ક્રુર કૃત્ય કરવામાં આવ્યું તે રેરેસ્ટ ઓફ ધ રેરનો કેસ બને છે. નિશ્ચિત રીતે તેમણે પૈશાચિક અને ક્રુર કૃત્ય કર્યું છે જેની સજા ફાંસીથી ઓછી ન હોઇ શકે.

You might also like