સિનેમાઘરોમાં ખાણીપીણી ચીજવસ્તુઓ લઇ જવા મામલે SCનો પ્રતિબંધ

ન્યૂ દિલ્હીઃ સિનેમાઘરોમાં બહારથી ખાવા પીવાની ચીજવસ્તુઓને લઇ જવાની પરમિશન આપવા મામલે જમ્મુ હાઇકોર્ટનાં નિર્ણય પર સુપ્રિમ કોર્ટ પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રિમ કોર્ટે પ્રથમ દ્રષ્ટ્યા હાઇકોર્ટનો આ નિર્ણય કંઇક વ્યાજબી નજરે જોવા મળી રહ્યો છે.

ન્યાયમૂર્તિ રોહિંગ્ટન એફ નરીમન અને ન્યાયમૂર્તિ ઇંદુ મલ્હોત્રાની પીઠે શુક્રવારનાં રોજ હાઇકોર્ટનાં આ આદેશ પર પ્રતિબંધ લગાવતા જણાવ્યું કે બે વકીલોને નોટિસ રજૂ કરતા કહ્યું કે, જવાબ દાખલ કરવાનું કહેવામાં આવ્યું છે.

આ પહેલા સુનાવણી દરમ્યાન મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી રજૂ કરેલ વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ હાઇકોર્ટનાં આ આદેશ પર સોલિસીટર કરવાની ગુહાર કરતા જણાવ્યું કે,”શું અમે તાજ હોટલ અથવા તો કોઇ ફાઇવ સ્ટાર હોટેલમાં પોતાની સાથે દારૂ લઇ જઇએ અથવા તો ત્યાં શું માત્ર સોડાનો ઓર્ડર કરી શકો છો.”

તેઓએ જણાવ્યું કે, જો જમ્મુ અને કશ્મીર હાઇકોર્ટનાં આદેશનાં સમાન દેશનાં દરેક રાજ્યોમાં આ પ્રકારનો આદેશ રજૂ થઇ જાય તો આ પ્રકારની ખાનગી કંપનીઓનું અસ્તિત્વ જ ખતમ થઇ જશે. રોહતગીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ઘરની ખાવાની ચીજવસ્તુઓને સિનેમાઘરમાં લઇ જવાની માંગ કરવાવાળી એક ગર્ભવતી મહિલાનો હવાલો દેતા હાઇકોર્ટ આ પ્રકારનો આદેશ કેવી રીતે પસાર કરી શકે.”

રોહતગીએ જણાવ્યું કે હાઇકોર્ટે આદેશ આપતી વેળાએ સુરક્ષાનાં પહેલુઓને પૂરી રીતે નજરઅંદાજ કરી દીધેલ છે. તેઓએ જણાવ્યું કે, સિનેમાઘરોમાં અનેક વખત બ્લાસ્ટ થઇ ચૂકેલ છે. થોડીક મિનીટોમાં જ સિનેમાઘરોમાં પ્રવેશ કરવાવાળા સેંકડો લોકોની સઘનતાથી તપાસ ના કરી શકાય.

આ સિવાય એસોસિએશન તરફથી રજૂ કરાયેલ બીજા અન્ય વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, ટિકીટો પર સ્પષ્ટ રીતે લખેલું હોય છે કે દર્શક શું લઇને સિનેમાઘરોમાં પ્રવેશ ના કરી શકે.

You might also like