ભારતમાં WhatsApp પર લાગશે નહી BAN, સુપ્રીમ કોર્ટે નકારી કાઢી અરજી

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ કોર્ટે મોબાઇલ મેસેજિંગ એપ વોટ્સઅપ, હાઇક, સ્નૈપચેટ અને બીજી એવી એપ્સ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરનાર અરજીને નકારી કાઢી છે. કોર્ટે બુધવારે અરજીકર્તાને કહ્યું કે અમે તેને સુનાવણીના લાયક સમજતા નથી, જો તમને આ જરૂરી લાગે છે તો તમે સરકાર અથવા TDSATની પાસે જઇ શકે છે.

જો કે વોટ્સઅપ અને બીજી મેસેજિંગ એપ પર એનક્રિપ્શન સિસ્ટમ લાગૂ થયા બાદ તેને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવી હતી. તર્ક છે કે ત્યારબાદ કોઇના માટે શક્ય નથી કે તે બે લોકો વચ્ચે અથવા ગ્રુપ વચ્ચે કરવામાં આવેલી વાતચીતને પકડી શકે નહી.

સુપ્રીમ કોર્ટ દ્વારા વોટ્સઅપ પર બેન લગાવવાની અરજી હરિયાણાના આરટીઆઇ કાર્યકર્તા સુધી યાદવે કરી હતી. સુધીરની આ અરજી પર કહેવામાં આવ્યું છે કે વોટ્સઅપે એપ્રિલથી જ એન્ક્રિપશન લાગૂ કર્યું છે, જેથી તેના પર ચેટ કરનારાઓની વાતો સુરક્ષિત રહે છે. ત્યાં સુધી કે સુરક્ષા એજન્સીઓ પણ તેને ડિકોડ કરી શકતી નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો વોટ્સઅપ પોતે પણ ઇચ્છે તો પણ તે આ મેસેજને જોઇ શકે નહી.

‘આતંકવાદીઓ અને ગુનેગારો માટે રહેશે સરળતા’
આરટીઆઇ કાર્યકર્તાનું કહેવું છે કે એનક્રિપ્શનના લીધે આતંકવાદીઓ અને ગુનેગારોને મેસેજનું આદન-પ્રદાન કરવામાં સરળતા રહેશે અને દેશની સુરક્ષાને ખતરો રહેશે. સુરક્ષા એજન્સીઓ આ સંદેશોને મોનિટર કરી શકશે નહી. એવામાં વોટ્સઅપ પર બેન લગાવવો જોઇએ. અરજીમાં વોટ્સઅપ ઉપરાંત બીજી એપ્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુપર કોમ્યુટર પણ કરી શકતું નથી ઇન્ટરસેપ્ટ
અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે એનક્રિપ્શનને સુપર કોમ્યુટર દ્વારા પણ ઇન્ટરસેપ્ટ કરવું શક્ય નથી. એવામાં આતંકવાદીઓની ગતિવિધિઓને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ ના તો ઇન્ટરસેપ્ટ કરી શકે છે ના તો તપાસને આગળ વધારી શકે છે.

You might also like