મોદી વિરુદ્ધની અરજી પર તપાસ સમિતિ બેસાડવા સુપ્રીમનો ઇનકાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાય રાજકીય નેતાઓને કથિત જંગી રકમની લાંચ આપવાના મામલામાં દાખલ કરાયેલી અરજી પર તપાસ સમિતિ બેસાડવા ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે વકીલ અને સામાજિક કર્મશીલ પ્રશાંત ભૂષણ દ્વારા પુરાવા તરીકે જે બાબતો રજૂ કરવામાં આવી છે તે ઝીરો અને જુઠ્ઠી છે તેમજ વિશ્વાસ યોગ્ય નથી. સુપ્રીમે જણાવ્યું હતું કે કોઇ નક્કર પુરાવા લાવો અથવા અરજી પાછી ખેંચો.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટ સમક્ષ ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરાયેલા કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ દસ્તાવેજ ઇન્કમટેકસ વિભાગેે સહારા અને બિરલા ગ્રૂપના કેટલાંક સ્થળો પર દરોડાની કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયા હતા. જેમાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમને કરોડો રૂપિયા આપ્યા હોવાનો કથિત ઉલ્લેખ છે. પ્રશાંત ભૂષણે તમામ દસ્તાવેજો કોમન કોઝના નામના એક એનજીઓને આપ્યા હતા અને તેમણે જ જન હિત અરજી કરીને તપાસ કરવાની માગ કરી હતી. કેસની સુનાવણી વખતે વકીલ શાંતિભૂષણ કોમન કોઝ વતી હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર સહારા ગ્રૂપ પાસેેથી જપ્ત કરાયેલ દસ્તાવેજો બનાવટી છે અને તેના આધારે અમે તપાસનો આદેશ આપી શકીએ તેમ નથી.

ત્યાર બાદ પ્રશાંત ભૂષણે બિરલા ગ્રૂપ પાસેથી મળેલા દસ્તાવેજોની વાત કરી તો બેન્ચે જણાવ્યું હતું કે અમને આ કેસની સુનાવણી કરવામાં કોઇ જ વાંધો નથી, પરંતુ અમારી સામે કોઇ નક્કકર પુરાવા હોવા જોઇએ. બિરલા અને સહારા પાસેથી જપ્ત કરાયેલા કાગળો ઝીરો છે. માટે પાકા પુરાવા લઇને આવો.

home

You might also like