સમાન નાગરિકતા મુદ્દે સુનવણીનો સુપ્રીમનો ઇન્કાર

નવી દિલ્હી : સમાન નાગરિક સંહિતાનાં મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે સુનવણીની મનાઇ કરી દીધી છે. સોમવારે આ અરજી દ્વારા માંગ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ સરકારને સમાન નાગરિકતા અંગેનો કાયદો બનાવવા માટેનાં નિર્દેશો આપે. આ નવી જનહિત અરજી સુપ્રીમ કોર્ટનાં વકીલ અશ્વિની ઉપાધ્યાયની તરફથી દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યુંહ છે કે સમાન નાગરિક સંહિતા પ્રગતિશિલ આધુનિક રાષ્ટ્રનું પ્રતિક છે. તેને લાગુ કરવાથી ખ્યાલ આવશે કે દેશમાં ધર્મ, જાતી, વર્ણનાં આધારે ભેદભાવ નથી થઇ રહ્યો અને હવે રાષ્ટ્ર વિકાસનાં માર્ગે અગ્રેસર છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુદ્દે સંસદમાં નિર્ણય લેવાવો જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે જનહિત અરજી દાખલ કરીને દેશનાં તમામ નાગરિકોનાં માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. જેથી અલગ અલગ ધર્મોમાં વ્યાપ્ત ભેદભાવને અટકાવી શકાય.
સુપ્રીમ કોર્ટ અદાવ એક અન્ય મુદ્દે કેન્દ્ર સરકાર પાસે સમાન નાગરિક સંહિતા અંગે જવાબ માંગી ચુક્યું છે. ત્યારે તે મુદ્દો ક્રિશ્ચિયન કાયદા હેઠળ છુટાછેડાનાં માટે અલગ રહેવાનાં સમયગાળામાં અન્ય ધર્મોનાં કાયદા વચ્ચેનાં અંતરનો હતો. સરકારે અત્યાર સુધી જો કે કોર્ટને આ અંગેનો જવાબ દાખલ નથી કર્યો.

You might also like