સગીરવયની પત્ની સાથે શારીરિક સંબંધ ગુનો કે નહી : સુપ્રીમનો કેન્દ્રને સવાલ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રને પુછ્યું કે 15 વર્ષથી વધારેઅને 18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે સંબંધ બાંધવાને શારીરિક ગુના (પોક્સો) અધિનિયમ હેઠળ યૌન શોષણ ગણાવવામાં આવે, જ્યારે આઇપીસી તેને બળાત્કાર નથી માનતી. કોર્ટે કહ્યું કે આઇપીસીની કલમ 375 (બળાત્કાર) એક અપવાદ વાળુ પ્રાવધાન છે જે કહે છે કે જો પત્નીની ઉંમર 15 વર્ષથી ઓછી નથી તો તેની સાથે બાંધેલો સંબંધ બળાત્કાર નથી.

પોક્સોની કલમ-5(એન) અનુસાર 18 વર્ષથી ઓછી ઉંમરની કિશોરી સાથે યૌનસંબંધ એક ગંભીર યૌનશોષણ છે જે દંડનીય અપરાધ છે. મુખ્યન્યાયાધીશ જે.એસ ખેહડની નેતૃત્વવાળી એક પીઠે નોબેલ પુરસ્કાર સન્માનીત કૈલાશ સત્યાર્થીની એનજીઓ બચપન બચાઓ આંદોલન દ્વારા પ્રકાશમાં લવાયેલી આ વિસંગતી પર વિચાર કર્યો અને કેન્દ્રને તે અંગે વિચાર કરવા માટે 4 મહિનામાં પોતાનો જવાબ દાખલ કરવા માટે જણાવ્યું હતું.

પીઠનાં સભ્યોએ ન્યાયમૂર્તિ એન.વી રમન અને ડી.વાય ચંદ્રચૂડ પણ હતા. પીઠે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને એનજીઓએ રજુ કરેલ વિચાર કરવા તેની તપાસ કરવા અે તે મુદ્દે એક વિસ્તૃત અહેવાલ આપવા માટે કહ્યું છે. પીઠે જો કે જણાવ્યું કે જો તમે હજી પણ જવાબથી નાખુશ છો તો તમે કોર્ટમાં અરજી કરી શકો છો.

You might also like