સુપ્રીમે અખિલેશ સરકારની સમાજવાદી પેંશન યોજનાનાં કર્યા વખાણ

નવી દિલ્હી : સોમવારે ઉત્તર પ્રદેશમાં સુપ્રીમ કોર્ટે અખિલેશ સરકાર દ્વારા અપાતી સમાજવાદી પેંશન યોજનાનાં વખાણ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખુબ જ સારી પોલીસી છે. સુપ્રીમ કોર્ટે આ પોલીસીનાં વખાણ કરવાની સાથે તેની વિરુદ્ધ થયેલી પીઆઇએલ ફગાવી દીધી હતી.

યોજનાને પડકારનારી આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, સમાજવાદી પેંશન યોજનામાં 25 ટકાનું અનામત લઘુમતીને આપવામાં આવે છે જે અસંવૈધાનિક છે. સરકારી યોજનાઓમાં ધર્મનાં આધારે અનામત ન આપી શકાય. સમાજવાદી પેંશન યોજના હેઠળ 500 રૂપિયા દર મહિને આપવામાં આવે છે.

અરજીકર્તાનાં વકીક વિષ્ણુ શંકર જૈને દલીલ આપી હતી કે ધર્મના આધારે કોઇને અનામત ન આપી શકાય અને મુસ્લિમ વર્ગ લઘુમતીઓને અન્ય પછાત વર્ગની શ્રેણીમાં પહેલાથી જ અનામત મળી રહ્યું છે, માટે લઘુમતીને આપવામાં આવતી 25 ટકા અનામતને રદ્દ કરવામાં આવવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે, યુપીમાં હાલનાં દિવસોમાં ચૂંટણીનો માહોલ છે. યૂપી સરકાર સતત પોતાનાં કરેલા ગામોને ગણાવી રહી છે તો ભાજપ અને બસપા રાજ્યનાં વિકાસ ન હોવાનાં મુદ્દે અખિલેશ સરકાર પર સતત હૂમલા થઇ રહ્યા છે.

You might also like