દુષ્કાળને કારણે લોકો મરે છે, જે પિકનિક જેવી વાત નથીઃ સુપ્રીમ

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે દુષ્કાળને લઇ ગંભીર નહીં દર્શાવવા બદલ કેન્દ્ર સરકાર, હરિયાણા અને ગુજરાતને જોરદાર રીતે આડે હાથે લીધા હતા. સુપ્રીમે હરિયાણા સરકારને ફટકાર લગાવતા કહ્યું કે દુષ્કાળના કારણે લોકો મરી રહ્યા છે. જે પિકનિક મનાવવા જેવી વાત નથી.

બેન્ચે આ મુશ્કેલ સ્થિતિ પર હ્યું કે વરસાદ ઓછો થયો હોવા છતાં હરિયાણાએ પોતાને દુષ્કાળગ્રસ્ત રાજ્ય કેમ જાહેર નહીં કર્યું જે કોઇપણ રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો મુખ્ય સંકેત છે. સુપ્રીમે અડધા અને જૂના આંકડા રજૂ કરનાર હરિયાણા સરકારને કહ્યું કે આ મહત્વના પ્રશ્ને તેમને ગંભીરતા બતાવવી જોઇએ.

હરિયાણા સરકાર દ્વારા વરસાદના આંકડા નહીં આપવા, રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના અલગ વિચાર અને કેન્દ્રના જુદા જુદા આંકડા બતાવવા પર જજ મદન બી લોકુરની બેન્ચે નારાજગી દર્શાવી છે. બેન્ચે હરિયાણાને કહ્યું કે ક્યાં છે તમારા વરસાદના આંકડા, જે તમારી પાસે માગવામાં આવ્યા હતા.

બેન્ચે કર્યું કે તમે લોકો આ બાબતે ગંભીર નથી લાગતા. ઘણી સુનાવણી થઇ પરંતુ રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પાછળ હરિયાણા સરકાર તરફથી વકીલનું માનવું છે કે હરિયાણામાં પાણીની ખોટ નથી. તેણે કહ્યું, કેનાલ અને નદીઓનું પાણી અમારા માટે પર્યાપ્ત છે. અમારે ત્યાં ઉત્પાદન ઓછું નથી થયું.

બેન્ચે હરિયાણા સરકાર દ્વારા આ મામલે આંકડા અને કેન્દ્ર સરકારના અપાયેલ આંકડાના અંતર મામલે નારાજગી દર્શાવી હતી તેમનું કહેવું છે કે હરિયાણા સરકાર ખોટું કહે છે અથવા કેન્દ્ર સરકારના કયા આંકડા પર ભરોસો મૂકી શકાય.

You might also like