સહારાને SCનો ઝટકો, એમ્બી વેલીને નિલામીનો આદેશ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સહારાની એમ્બી વેલીની હરાજી કરવાનો આદેશ આપી દીધો છે. દેશની સર્વોચ્ચ અદાલતે રોકાણકારોના પૈસા પરત આપવામાં સહારા સમૂહની નિષ્ફળતાનો હવાલો આપતાં આ નિર્દેશ આપ્યો છે. કોર્ટે ગ્રુપના ચેરમેન સુબ્રત રોયને આગળની સુનવણી દરમિયાન વ્યક્તિગત રૂપથી કોર્ટમાં હાજર રહેવા માટેનો આદેશ આપ્યો. આ બાબતે આગળની સુનવણી 28 એપ્રિલએ થશે.

આ પહેલા ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટએ સહારા ચીટફંડ બાબતની સુનવણી કરતાં મુંબઇ સ્થિત એમ્બી વેલી ટાઉનશીપ પ્રોજેક્ટને જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. સાથે કોર્ટે સહારા ગ્રુપ સાથે એવી સંપત્તિઓની યાદી માંગી હતી કે જેની ઉપર કોઇ પણ પ્રકારની લોન લેવામાં આવી ન હોય.


સુપ્રીમ કોર્ટે ત્યારે જ કહ્યું હતું કે આ સંપત્તિઓની હરાજી કરીને લોકોના પૈસાની વસૂલાત કરવામાં આવશે અને એનાથી રોકાણકારોને પરત કરાશે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2012માં એમ્બી વેલીની કિંમત આશરે 34000 કરોડ રૂપિયા સુધી અંદાજો લગાવવામાં આવ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like