સુપ્રીમ કોર્ટે કેરળના ‘લવ જેહાદ’ કેસની તપાસ NIAને સોંપી..

સુપ્રીમ કોર્ટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) ને હવે કેરળના લવ જેહાદ કેસની તપાસ સોંપી છે. કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ આર.વી. રવિન્દ્રનની દેખરેખ હેઠળ એનઆઇએ તપાસ કરશે. આગાઉ 10 ઓગસ્ટ સુપ્રિમ કોર્ટે કેરળ પોલીસને જણાવ્યું હતું કે તે બાબતમાં એનઆઈએને સહકાર આપે, જેથી આ ઘટનામાં કોઈ વ્યાપક પરિમાણને શોધી શકાય.

એક મુસ્લિમ યુવકની અરજી પર સુપ્રીમ કોર્ટે આ સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે આ લગ્ન લવ જેહાદ હોવાનું સ્વીકારી રદ કર્યા હતાં. ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટની સામે આવ્યું છે. હકીકતમાં, કેરળમાં એક હિન્દુ છોકરીનો ધર્મ પરિવર્તન કરવીને લગ્ન થયા. હાઈકોર્ટે લગ્નને ગેરકાયદેસર ગણાવ્યા હતા અને તેને લવ જેહાદનું નામ આપવાતા છોકરીને તેના પરિવાર સાથે મોકલવામાં આવ્યું હતું.

કેરળ હાઈકોર્ટે આ લગ્ન લવ જેહાદ હોવાનું સ્વીકારી રદ કર્યા હતાં. મુસ્લિમ યુવકે કેરળ હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધર્યા પછી તપાસ એનઆઈએને સુપરત કરી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત જજ આર.વી. રવિન્દ્રનની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવશે.

બુધવારે સુપ્રિમ કોર્ટે એનઆઈએને કહ્યું હતું કે તે કેસની તપાસ કરે અને અહેવાલ રજુ કરે. મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. ખેહર અનેન્યાયમૂર્તિ ડી.આઈ.ચંદ્રચુડ બનેલી બેન્ચે જણાવ્યું હતું કે તેઓ એનઆઇએના રિપોર્ટ જોયા પછી તેના પર વિચાર કરશે. કેસની સુનાવણી દરમિયાન અડીશનલ સોલિસિટર જનરલ મનિંદરે સિંહે કહ્યું કે આ એકલો કેસ નથી, પરંતુ આવો જ એક કેસ સામે આવ્યો હતો અને બંને કિસ્સાઓમાં એક જ સંગઠનથી સંબંધિત છે. ત્યા કેરળ સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું હતું કે જો બાબતની તપાસ એનઆઇએ કરે તો તેમને કોઈપણ વધો નથી.

You might also like