ફી નિયમન મામલે શાળાઓને SCનો ઝટકો, 2 સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા આદેશ

ગાંધીનગરઃ રાજ્યની 1800 શાળાઓએ પોતાની ફીનો પ્રસ્તાવ કમિટીને રજૂ ન કરતાં સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. ફી મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ, 2 અઠવાડિયામાં આ શાળાઓએ પોતાનો ફીનો પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. પ્રસ્તાવ રજૂ થયાં બાદ સરકાર શાળાઓને પત્રથી જાણ કરશે.

ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટે 2 સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા માટેનો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે 1800 શાળાઓએ ફીનો પ્રસ્તાવ કમિટીને આપ્યો ન હોવાંથી આ આદેશ આપ્યો છે. એમાંય જો શાળાઓ પ્રસ્તાવ નહીં આપે તો તેનાં પર કાયદેસર પગલાં પણ લઈ શકાશે. રાજ્યની 16000 સ્કૂલો પૈકી 1800 શાળાઓએ ફીનો પ્રસ્તાવ આપ્યો નથી.

મહત્વનું છે કે આ પ્રસ્તાવ રજૂ થયાં બાદ ગુજરાત સરકાર દ્વારા પત્ર લખી શાળાઓને જાણ કરવામાં આવશે તેમજ જરૂરી અને બિનજરૂરી ફી મુદ્દે પણ રાજ્ય સરકાર જણાવશે. મહત્વનું છે કે ફી નિયમન કમિટીને પ્રસ્તાવ બાદ ગુજરાત સરકાર શાળાઓને માહિતી આપશે.

પરંતુ જો શાળા દ્વારા પ્રસ્તાવ નહીં આપવામાં આવે તો જરૂરી પગલાં ભરવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવાનો આદેશ કર્યો છે અને આ મામલે એક મહિના બાદ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે.

You might also like