EVM બાબતે SC એ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને આપી નોટીસ

નવી દિલ્હી: ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે કથિત છેડછાડના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચ સહિત કેન્દ્ર સરકારને નોટીસ મોકલી છે. આ બાબતે માયાવતીની પાર્ટી બીએસપી તરફથી અરજી દાખલ કરીને ભવિષ્યમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા અથવા ઇવીએમમાં વીવપીએટીનો ઉપયોગ ફરજિયાત કરવાની માંગણી કરી છે.

કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચના બાબતની 8 મે થનારી આગળની સુનાવણી સુધી જવાબ આપવા માટેનો નિર્દેશ આપ્યો છે. કોર્ટ તરફથી પૂછવામાં આવ્યું કે શા માટે ઇવીએમની સાથે વોટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેલ લગાવવાનું ફરજિયાત કરી દેવામાં આવતું. બસપાનો સાથ આપતાં કોંગ્રેસ તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું કે VVPAT ની આ કાયદાના મુદ્દા પર પાર્ટીઓ તરફથી અરજી દાખલ કરવામાં આવશે.

બીએસપી તરફથી કહેવામાં આવ્યું કે કેન્દ્ર તરફથી દરેક ચૂંટણી પંચને ફંડ આપવામાં આવી રહ્યું છે. જેને પેપર ટ્રોયલની સાથે નવી ઇવીએમ લાવી શકાય. પરંતુ સુપ્રીમ કોર્ટ તરફથી વર્ષ 2013માં એને લઇને આદેશ આપી દેવામાં આવ્યો હતો. આ સમસ્યા પર સુપ્રીમ કોર્ટમાં પહેલાથી એક અરજી પડેલી છે, જેની પર કોર્ટ ચૂંટણી પંચ સાથે જવાબ માંગી ચૂકી છે. બીએસપી તરફથી યૂપીની વિધાનસભા ચૂંટણી બાદ EVM દ્વારા ગોટાળાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like