હિન્દુ કોઇ ધર્મ નહી જીવન જીવવાની કળા છે : સુપ્રીમે 1995નો ચુકાયો યથાર્થ ઠેરવ્યો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે હિન્દુત્વને પુન વ્યાખ્યાયિત કરવાનો ઇન્કાર કરી દીધો છે. જો કે સુપ્રીમ કોર્ટે 1995નાં ચુકાદા અંગે પુન વિચાર કરવાની પણ મનાઇ કરી દીધી છે. જેમાં કોર્ટે હિન્દુત્વની વ્યાખ્યા આપાત જણાવ્યું હતું કે હિન્દુત્વ તે કોઇ ધર્મ નહી પરંતુ જીવન જીવવાની પદ્ધતી છે. સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડે ચુકાદા પર પુન વિચાર કરવા મુદ્દે દાદ માંગી હતી.

સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડે 1995નાં ચુકાદા અંગે પુન વિચાર કરવા માટે દાદ માંગી હતી. સાથે જ કોર્ટને આગ્રહ કર્યો હતો કે પાંચ રાજ્યોની ચૂંટણીમાં હિન્દુત્વ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયા. જો કે સાત જજોની બેન્ચે સ્પષ્ટ જણાવ્યું હતું કે. 1995નો ચુકાદો યોગ્ય જ છે જેમાં કોઇ પણ ફેરફાર કરવામાં નહી આવે.

1990માં રાજકીય રીતે સંવેદનશીલ ગણાતી અરજી દાખલ કરાઇ હતી. જેમાં પુછાયું હતું કે જો કોઇ ધાર્મિક નેતા દ્વારા કોઇ ચોક્કસ પક્ષને મત આપવા માટે કહેવાય. તો લોક પ્રતિનિધિત્વની કલમ 123 (3) હેઠળ તેને ગેરરીતી ગણી શકાય કે કેમ ? આ સમગ્ર સુનવણી દરમિયાન ઘણા રસપ્રદ મુદ્દાઓ ઉઠ્યા હતા. જો કે અંતે કોર્ટે જુના ચુકાદાને યથાયોગ્ય ઠેરવ્યો હતો. કોઇ પ્રકારના ફેરફારને ફગાવી દીધો હતો.

You might also like