સુપ્રીમ કોર્ટના જજ પર થઇ શકે હુમલો, IBએ જાહેર કર્યું એલર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ દીપક મિશ્રા દ્વારા સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને કરવામાં આવેલા ફેંસલાથી કેટલાક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તે ગમેત્યારે જજ પર હુમલો કરી શકે છે. જેને લઇને આઇએ જસ્ટિસ દીપક મિશ્રા પર હુમલાને લઇને એલર્ટ જાહેર કરી દીધું છે એલર્ટ બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જસ્ટિસ દીપક મિશ્રા સુપ્રીમ કોર્ટના જજ છે, જો કે તે આ પહેલાં દિલ્હી હાઇકોર્ટ અને પટના હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ રહી ચૂક્યા છે. આઇબી દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે જસ્ટિસ મિશ્રાને ઓજસ્વી પાર્ટીના સ્વામી ઓમજીથી ખતરો છે. ખતરાની ઓળખ ધર્મ રક્ષક શ્રી દારા સેનાના નિવેદનો દ્વારા આપવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે જસ્ટિસ દીપક મિશ્રાની બેંચે સબરીમાલ મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પાબંધીને લૈંગિક સમાનતાના અધિકારની વિરૂદ્ધ ગણવામાં આવી હતી. તેમણે પોતાન ફેંસલામાં કહ્યું હતું કે લૈંગિક સમાનતા ‘સંવૈધાનિક સંદેશ’ છે અને ઐતિહાસિક સબરીમાલા મંદિરમાં એક ખાસ આયુવર્ગની મહિલાઓના પ્રવેશ પર પાબંધીને મંદિર મેનેજમેન્ટ દ્વારા ધાર્મિક મામલાના અધિકાર તરીકે ગણવામાં ન આવે.

You might also like