સુપ્રીમ કોર્ટે વધારી સુબ્રત રોયની જામીન

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સહારાના પ્રમુખ સુબ્રત રોયની જામીનમાં 23 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. સહારા પ્રમુખ સહિત અન્ય બે લોકોને જામીનમાં સુપ્રીમ કોર્ટે ત્રીજી વખત વધારી આપી છે. તો સહારાએ સેબીને 352 કરોડ રૂપિયા જમા પણ કરાવી દીધા છે.

તિહાડ જેલમાં બે વર્ષની સજા કાપી ચૂક્યા પછી સુબ્રત રોયએ આ વર્ષે મે મહિનાથી જ જામીન પર છે. તેમણે ત્યારે તેમની માતાના અંતિમ સંસ્કાર માટે જામીન લીધા હતા, જેમનું લાંબી બીમારી બાદ મૃત્યુ થયું હતું. તમને જણાવી દઇએ કે કોર્ટમાં ગત સુનાવણી દરમિયાન તેમની જામીનને 16 સપ્ટેમ્બર સુધી એ શરત ઉપર વધારી હતી કે તે કોર્ટને 300 કરોડ રૂપિયા જમા કરાવી દેશે. તેમણે કહ્યું હતું કે તે 300 કરોડ રૂપિયા જમા કરાવશે અથવા જેલમાં પાછા આવી જશે. સુપ્રીમ કોર્ટે રોયને કહ્યું હતું કે તેમને રોકાણકારોના જે 18 હજાર કરોડ રૂપિયા પાછા આપવાનો દાવો કર્યો છે તે તેમનો સ્ત્રોત બતાવે.

સુબ્રત રોય સહારા સેબીને 352 કરોડ રૂપિયા આપી દીધા છે. સહારાએ ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટેને એ દાવો કર્યો હતો કે તે 16 સપ્ટેમ્બર સુધી 300 રૂપિયા જમા કરાવી દેશે.

You might also like