સુપ્રીમે સુબ્રતોને કહ્યું- 3 ઓગસ્ટ સુધીમાં 300 કરોડ ચૂકવો અથવા જેલમાં જાવ

નવી દિલ્હી: સુપ્રીમે સહારા સમૂહના પ્રમુખ સુબ્રતો રોયની પેરોલ અવધિ 3 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. જે કોર્ટે આ સાથે જ 300 કરોડ રૂપિયા જમા કરાવવા નિર્દેશ કરવામાં આવ્યો છે. તે માટે અદાલતે તેમણે 3 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે.

કોર્ટે સોમવારે સુનાવણી વખતે કહ્યું કે, ‘કોર્ટ હજુ પણ સહારા તરફથી કરવામાં આવેલા પ્રયત્નોથી સંતુષ્ટ નથી.’ સર્વોચ્ય અદાલતે કપિલ સિબ્બલને કહ્યું કે તેઓ રિસિવરની નિયુક્તિ માટે આગળની સુનવણીમાં વાટાઘાટ કરે. સુનવણીની આગળની તારીખ 3 ઓગસ્ટ જાહેર કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે માનવીય આધાર પર સુબ્રતરોયની પેરોલ અવધિ વધારવાની માંગને નકારી કાઢતા કહ્યું કે, ‘આવું નહીં કરવામાં આવે, કારણ કે આ પ્રક્રિયાના ખોટા ઉપયોગ તરીકે થશે’ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સહારા ક્યાં તો પૈસા ચૂકવે ક્યાં તો પછી જેલ જાય. અદાલતે આ સાથે જે સહારાના કર્મચારી આરએસ દુબેને પણ પેરોલ આપી.

સહારાએ કોર્ટને જણાવ્યું કે તે કતર સરકાર સાથે એક મોટી ડીલને લઇને વાત કરી રહ્યા છે. જણાવી દઇએ કે કોર્ટના આદેશ પર સુબ્રત રોયને 6 મે ચાર અઠવાડિયાની પેરોલ પર છોડવામાં આવ્યા હતા. સુબ્રતને પેરોલ તેમની મા ના અંતિમ સંસ્કાર માટે મળી હતી.

You might also like