SCનો અરવિંદ કેજરીવાલને ઝટકો, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અંગેનો ઇન્કાર

ન્યૂ દિલ્હીઃ ઉચ્ચતમ ન્યાયાલયે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે દાખલ કરેલ અરજીને ખારિજ કરતા કહ્યું કે, સંવિધાન પીઠનાં નિર્ણય બાદ આનાં પર સુનાવણી જરૂરી નથી. સંવિધાન પીઠે પોતાનાં નિર્ણયમાં કહ્યું હતું કે, દિલ્હીને એક રાજ્યનો દરજ્જો નહીં આપવામાં આવી શકે.

ન્યાયમૂર્તિ મદન બી લોકૂર, ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની પીઠ સમક્ષ આ મામલો આવવા પર અરજીકર્તાનાં વકીલે પાંચ સભ્યોની સંવિધાન પીઠનાં ચોથી જુલાઇનાં નિર્ણયનો હવાલો આપ્યો. પીઠે અરજી ખારિજ કરતા કહયું કે, આ નિરર્થક થઇ ગયેલ છે. ન્યાયાલય સંવિધાનનાં અનુચ્છેદ 239એએ અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર કાયદો 1991ને અંસવૈધાનિક ઘોષિત કરવા માટે દાખલ કરેલ અરજી પર સુનાવણી કરી રહી હતી.

અરજીમાં આ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહેવામાં આવ્યું કે, ભારતનું કોઇ પણ ક્ષેત્ર પૂર્ણ રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત ક્ષેત્ર જ હોઇ શકે છે. આમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીનાં માટે હાજર સંવિધાનિક વ્યવસ્થા જ રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રશાસનનાં કુપ્રબંધનને માટે જવાબદાર છે અને વાયુ પ્રદૂષણ, યાતાયત અવરૂદ્ધ થવાની પરેશાની, પાણીનો જમાવ અને અનધિકૃત નિર્માણ આદિ આનું જ પરિણામ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીને આ સમસ્યાઓનો હલ લાવી શકાય છે.

You might also like