સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો હવે હાઇવે પર નહી વેચી શકાય દારૂ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તમામ હાઇવે પર દારૂના વેચાણ અંગે નિયંત્રણ લાદી દીધું છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ટીએસ ઠાકુરની આગેવાની વાળી બેચે આ નિર્ણય કર્યો છે. કોર્ટે પોતાનો નિર્ણય જણાવતા કહ્યું છે કે તમામ રાજ્યોમાં નેશનલ હાઇવે પર અને તેની આજુબાજુમાં જ્યાં પણ દારૂની દુકાનો હશે તેનું લાઇયન્સ બંધ કરવાનું જણાવ્યું છે. જોકે કોર્ટે એમ પણ કહ્યું છે કે દુકાનોને જ્યાં સુધી લાયસન્સ આપવામાં આવ્યું છે ત્યાં સુધી તેઓ દારૂ વેચી શકશે. હવે કોઇને પણ દારૂની દુકાનોનું લાયસન્સ રિન્યૂ નહીં થાય. એટલે કે નવા વર્ષમાં એપ્રિલ મહિનામાં દારૂના વેચાણ પર નિયંત્રણ લાગી જશે.

ઉલ્લેખનિય છે કે હાઇવે પર દારૂના વેચાણને લઇને નારાજગી દર્શાવવામાં આવી હતી. હાલમાં જ એક જનહિત અરજી પર સુનાવણી કરવામાં આવી  હતી. જેમાં અદાલતે રાજ્યના માર્ગો પરથી દારૂની દુકાનોને હટાવવાનો ર્નિદેશ કર્યો છે. કોર્ટે રાજ્ય સરકાર પર કમાન કસતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર દારૂના લાયસન્સ આપીને પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે સુરક્ષા જેવી બાબતોને સાઇડમાં કરી દેવામાં આવી છે. સુનાવણી દરમ્યાન જમ્મુ કશ્મીરમાં દારૂ વેચનારાઓ દ્વારા એવી દલિલ કરવામાં આવી છે જે લોકો દારૂ પીને ગાડી ચલાવશે છે, તે દારૂ વેચનારા નથી. જેની પર ટી.એસ. ઠાકુરે કટાક્ષ કરતા કહ્યું હતું કે લોકો દારૂ પીને હોબાળો કરે છે.તો તમે દારૂની હોમ ડિલેવરી કેમ નથી કરતા.

home

You might also like