કર્ણાટક દરરોજ તામિલનાડુને 6 હજાર ક્યૂસેક પાણી આપો: SC

નવી દિલ્હી: કાવેરી નદીના જળ વિવાદ પર સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કર્ણાટકને નિર્દેશ આપતાં કહ્યું છે કે તે 7થી 18 ઓક્ટોબર સુધી દરરોજ 2 હજાર ક્યૂસેક પાણી છોડે. કર્ણાટકે કોર્ટને કહ્યું હતું કે 6 ઓક્ટોબર સુધી 6000 ક્યૂસેક પાણી છોડશે.

સુપ્રીમ કોર્ટે જમીનની પરિસ્થિતનું આકલન કરવા માટે એક વિશેષ સમિતિની યોજના કરી હતી. આ કમિટીનું નેતૃત્વ કેન્દ્રીય જળ આયોગના અધ્યક્ષ કરશે. સમિતિ 18 ઓક્ટોબર પહેલા પોતાના રિપોર્ટ આપશે. આ સમસ્યા પર આગળની સુનાવણી 18 ઓક્ટોબરે થશે. કોર્ટે નિર્દેશ આપતાં પહેલા કર્ણાટકને પૂછ્યું હતું કે તે સાતથી 18 ઓક્ટોબર સુધી તામિલનાડુ માટે કાવેરીમાંથી કેટલું પાણી છોડી શકે છે.

કાવેરી વિવાદ પર ન્યાયની માંગણી કરતાં તમિલનાડુની સરકારે કેન્દ્રને આગ્રહ કર્યો છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે કાવેરી પ્રબંધન બોર્ડનું ગઠન કરે. રાજ્ય સરકારે કેન્દ્રને પણ એવો આગ્રહ કર્યો કે તે કોર્ટમાં આના આદેશમાં સંશોધનને
લઇને દાખલ કરેલા આવેદન પણ પરત લે.

You might also like