દાઉદ ઇબ્રાહિમની મિલ્કતો જપ્ત કરો, સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે, ”અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની સંપત્તિ જપ્ત કરી લે.” આ નિર્ણય કોર્ટે ડૉનની બહેન હસીના પારકર અને માં અમીના બી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ખારિજ કરતા સંભળાવ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે, દાઉદની કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવે. આ નિર્ણય જસ્ટિસ આર.કે.અગ્રવાલવા નેતૃત્વની પીઠે આપ્યો છે. દાઉદનો પરિવાર સંપત્તિ જપ્ત કરવાની વિરુદ્ઘમાં સુપીમ કોર્ટમાં ગયો હતો.

તમને જણાવી દઇએ કે, મુંબઇના નાગપાડામાં દાઉદની કરોડોની સંપત્તિ છે. એટલું જ નહી 2 સંપત્તિ અમીના અને પાંચ હસીનાના નામ પર છે. એજન્સીએ દાવો કર્યો, દાઉદની સંપત્તિ ગેરકાયદેસર તરીકેથી હાસિલ કરી છે. ડૉનની બહેન અને માતા દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને સુપીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે ડૉનની બહેન અને માતાના મૃત્યુ થઇ ચૂક્યા છે.

ત્રણ મિલ્કતોની 11.58 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી:

ગત વર્ષ નવેમ્બરમાં દક્ષિણ મુંબઈ ખાતેની દાઉદ ઈબ્રાહીમની ત્રણ મિલ્કતોની 11.58 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. નાણાં મંત્રાલયે સ્મગ્લર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટ હેઠલ આ મિલ્કતોની હરાજી કરાવી હતી. આ ત્રણ મિલ્કતોમાં હોટલ રોનક અફરોઝ, શુભમ ગેસ્ટ હાઉસ અને દમારવાલા બિલ્ડિંગના છ ઓરડાનો સમાવેશ થતો હતો. મીડિયા અહેવાલ મુજબ.. દાઉદ ઈબ્રાહીમની માત્ર ભારતમાં જ નહીં પણ બ્રિટન, સંયુક્ત આરબ અમીરાત, સ્પેન, મોરક્કો, તુર્કી, સાઈપ્રસ અને ઓસ્ટ્રેલિયામાં પણ ઘણી મિલ્કતો છે.

મહત્વપૂર્ણ છેકે દાઉદ ઈબ્રાહીમ મુંબઈના 1993માં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોના માસ્ટરમાઈન્ડ તરીકે ભારતમાં વાંછિત છે. દાઉદ ઈબ્રાહીમ પર મેચ ફિક્સિંગ, હત્યા, ખંડણી જેવા સંગીન અપરાધોના આરોપ છે. જણાવવામાં આવે છે કે દાઉદ કરાચીમાં વસવાટ કરે છે. જો કે પાકિસ્તાન આવા અહેવાલો અને દાવાને નકારતું રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આતંકવાદીઓ અને આતંકી સંગઠનોની સંયુક્ત યાદીમાં દાઉદ ઈબ્રાહીમનું નામ પણ સામેલ છે.

You might also like