સુપ્રીમ કોર્ટે કાશ્મીરની સાંપ્રત પરિસ્થિતી અંગે રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે સોલિસીટર જનરલ રંજીત કુમાર પાસે કાશ્મીર ખીણ વિસ્તારની સાંપ્રત પરિસ્થિતી અંગે અહેવાલ માંગ્યો હતો. કોર્ટે જમ્મુ અને કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટીની અરજી બાદ આ રિપોર્ટની માંગણી કરી હતી. તેઓએ જમ્મુ કાશ્મીરની પરિસ્થિતી અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ ટી.એસ ઠાકુર, ખાનવિલ્કર તથા ડી.વાઇ ચંદ્રચુડની પીઠે સોલિસીટર જનરલ પાસે રિપોર્ટ માંગવાની સાથે સાથે અરજી કરનારને પણ ટકોર કરી કે જો તેઓએ કોર્ટની પ્રક્રિયાનો કોઇ રાજનીતિક લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો કોર્ટ તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે અને કડક હાથે કાર્યવાહી કરશે.

મુખ્ય ન્યાયમુર્તિ ઠાકુરે જમ્મુ કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટીનાં પ્રમુખ ભીમસિંહને કહ્યું કે તમે પહેલા બાંહેધરી આપો કે તમે કોર્ટની કાર્યવાહીનો કોઇ રાજનીતિક લાભ ઉઠાવવાનો પ્રયાસ નહી કરો. જો તમે આ પ્રકારની કોઇ પણ પ્રવૃતી કરતા જોવાશો તો તમારે કોર્ટની ખફાઅરજીનો ભોગ બનવું પડશે.

કાશ્મીરમાં આઠ જુલાઇએ સુરક્ષાદળો દ્વારા ધર્ષણમાં હિજબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી બુરહાન વાનીનાં મોત બાત ભડકેલી હિંસાનાં કારણે પરિસ્થિતી તંગ છે. જેમાં અત્યાર સુધીમાં 2 પોલીસ જવાન અને 48 સામાન્ય નાગરિકો સહિત કુલ 50 લોકોનાં જીવ ગયા છે. જે અંગે સુપ્રીમે રિપોર્ટ માંગ્યો છે.

You might also like