દહેજ ઉત્પીડન કેસમાં પતિની થશે તુરંત ધરપકડ, SCનો મહત્વનો ચુકાદો

ન્યૂ દિલ્હીઃ દહેજને લઇ ત્રાસ આપવા મામલે પતિ અને તેનાં પરિવારની તુરંત ધરપકડ કરવા મામલે સુપ્રિમ કોર્ટે શુક્રવારનાં રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આવા મામાલાઓમાં આરોપીઓની તુરંત ધરપકડ કરવા મામલાને લઇ પ્રતિબંધ હટાવી દીધો છે.

જો કે હવે કોઇ મહિલા પોતાનાં પતિ અને તેનાં પરિવારની વિરૂદ્ધ જો આઇપીસી કલમ 498એ અંતર્ગત દહેજનાં ત્રાસ આપવા મામલે ફરિયાદ કરે છે તો તુરંત જ તેની ધરપકડ કરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, આવા મામલાઓમાં ફરિયાદને નિપટાવવા માટે કલ્યાણ સમિતિની જરૂરિયાત નથી. કોર્ટે કહ્યું કે, કેટલાંક લોકો દ્વારા કાયદાનો દૂરઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને પીડિતની સુરક્ષા માટે આવું કરવું ખાસ જરૂરી છે. જો કે કોર્ટે એમ પણ જણાવ્યું કે આરોપીઓને માટે આગોતરા જામીનનો વિકલ્પ ખુલ્લો છે.

તમને જણાવી દઇએ કે ઉત્પીડન મામલે ડાયરેક્ટ ધરપકડ કરવા મામાલાનાં પ્રતિબંધને ચેલેન્જ આપવાવાળી અરજી પર સુપ્રિમ કોર્ટે આ જ વર્ષે એપ્રિલ મહીનાનાં નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો. ગયા વર્ષે જુલાઇ મહીનામાં પણ સુપ્રિમ કોર્ટની બે સભ્યોની બેંચે દહેજ કનડગત અધિનિયમનો થઇ રહેલ દુરઉપયોગને ધ્યાને રાખીને દિશાનિર્દેશ રજૂ કર્યો હતો.

જ્યાર બાદ મુખ્ય જજ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળ ત્રણ સભ્યોની બેંચે દહેજનાં આ કાયદાનો દૂરઉપયોગને રોકવા મામલે બે સભ્યોની બેંચ દ્વારા દિશાનિર્દેશ બનાવવાનાં નિર્ણય પર પુનઃપરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો હતો.

You might also like