એરફોર્સના જવાનો નહીં રાખી શકે દાઢી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: ધાર્મિક આધાર પર દાઢી વધારવાને લઇને ભારતીય સેનામાંથી હટાડવામાં આવેલા મુસ્લિમ સૈનિક મકતુમ હુસેનની અપીલે સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એરફોર્સનો સ્ટાફ જ્યાં સુદી સર્વિસમાં છે તે લોકા દાઢી વધારી શકશે નહીં. ડ્યૂટી પર રહેવા પર દાઢી વધારવાને કારણે મકતુમને એરફોર્સ માંથી નિકાળી દેવામાં આવ્યો હતો. આ પહેલા તેણે કર્ણાટક હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને પછી સુપ્રીમ કોર્ટમાં. પરંતુ અહીંથી પણ મકતુમને નિરાશા થઇ.

આ વાત વર્ષ 2001ની છે. મકતુમ હુસેનએ પોતાના કમાન્ડિંગ ઓફિસર એટલે કે સી.ઓ પાસેથી દાઢી વધારવા માટેની મંજૂરી માંગી હતી. એના માટે મકતુમએ ધાર્મિક આધાર પર જોર આપ્યું હતું. સી.ઓ એ શરૂઆતમાં તો એ માટેની પરવાનગી આપી દીધી હતી. બાદમાં તેમને એવો અહેસાસ થયો કે નિયમ અનુસાર માત્ર સિખ સૈનિકોને જ દાઢી વધારવાની મંજૂરી છે.

નિયમ હેઠળ સી ઓ એ બાદમાં મકતુમ હુસેનને આપેલી પરવાનગી પાછી લઇ લીધી. સૈનિકે તેણે ભેદભાવ માનીને કર્ણાટક હાઇકોર્ટમાં નિયમ વિરુદ્ધ અપીલ કરી. ત્યારબાદ પણ જ્યારે મુકતમએ દાઢી કાપી નહીં તો તેની બદલી પુણેની કમાન્ડ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ત્યાં નવા સી.ઓ એ મકતુમને દાઢી કાપવા માટે કહ્યું પરંતુ એ એમની જીદ પર અડગ રહ્યા. ત્યાર બાદ મકતુમને કારણ જણાવવા માટેની પણ નોટીસ મોકલવામાં આવી. ત્યારબાદ પણ મકતુમએ દાઢી ન કપાવી તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરતાં તેને સેવામાંથી નિકાળી દેવામાં આવ્યો.

You might also like