સંપત્તિઓ વેચીને 13 એપ્રીલ સુધી 5092 કરોડ જમા કરાવવાનો આદેશ

નવી દિલ્હી : સહારા સમુહની પરેશાની વધી રહી હોય તેવુ લાગી રહ્યું છે. કોર્ટનાં આદેશ અનુસાર પૈસા ચુકવવા માટે તેની સંપત્તી વેચાઇ રહી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે સહારાને સંપત્તિ વેચીને 13 એપ્રીલ સુધીમાં 5092.64 કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. સહારાને આ રકમ 13 તે સંપત્તિઓને વેચીને એકત્ર કરવાનો કરવાની છે જેની યાદી તેણે સુપ્રીમ કોર્ટને સોંપી છે.

સહારાની યાદીમાં લખનઉના સહારા હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. જો કે કોર્ટે સહારા પ્રમુખ સુબ્રત રોયને રાહત આપતા પોતાનાં આદેશની તારીખ આગામી સુનવણી સુધી વધારી દીધી છે. આ આદેશ ન્યાયમુર્તિ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની પીઠે સેબી સહારા કેસની સુનવણી દરમિયાન આપ્યો હતો.

કોર્ટના ગત્ત આદેશ અનુસાર સહારાએ કોર્ટને તે સંપત્તિઓની યાદી સોંપી જેને પૈસા એકત્ર કરવા માટે લિલામ કરી શકાય. ાદીનાં ભાગ એમાં કુલ 15 સંપત્તિઓનો અહેવાલ આપવામાં આવ્યો હતો. જેમાંથી કોર્ટે 13ને વેચવાની સહારાને પરવાનગી આપી છે.

You might also like