અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમમાં 8 ફેબ્રુઆરી સુધી સુનાવણી ટળી

બાબરી મસ્જીદ ધ્વંસની 25મી વર્ષગાંઠના એક દિવસ પહેલા આજે સુપ્રીમ કોર્ટમાં રામજન્મ ભૂમિ-બાબરી મસ્જીદ મામલે વિવાદ પર સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન બને પક્ષોએ પોતાના તર્ક રજૂ કર્યા હતા. હવે આ મામલે આગામી સુનાવણી 8 ફેબ્રુઆરી, 2018ના રોજ કરવામાં આવશે.

આ કેસની માટે તમામ પક્ષકાર સંપૂર્ણ તૈયારીથી કોર્ટમાં સુનાવણીની રાહ જોઇ રહ્યા છે. આ મામલામાં 7 વર્ષમાં પેંશડગ 20 પિટીશન આ વર્ષે 11 ઓગસ્ટે પ્રથમ વાર લિસ્ટ થઇ હતી.

પ્રથમ દિવસે જ ડોક્યૂમેન્ટ્સના ટ્રાંસલેશનના કારણે મામલો અટકી ગયો હતો. સંસ્કૃત, પાલી, ફારસી, ઉર્દૂ અને અરબી સહિત 7 ભાષાઓમાં 9 હજાર પાનાઓનું અંગ્રેજીમાં ટ્રાંસલેશન કરવા માટે કોર્ટે 12 અઠવાડિયાનો સમય આપ્યો હતો. યૂપી સરકારે 15 હજાર પાનાના દસ્તાવેજો જમા કરાવ્યા છે. ત્યારે આજે બપોરના 2 કલાકે કોર્ટ નંબર 1માં 3 જજોની સ્પેશિયલ બેંચ સુનાવણી કરવાની છે.

You might also like