SCએ વિજય માલ્યાને પૂછ્યું, તમારી સંપત્તીની માહિતી આપશો કે નહીં?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કિંગફિશર એરલાઇન્સના વિજય માલ્યાને પૂછ્યું કે શું તે પોતાની સંપત્તિની સાચી માહિતી આપશે કે નહીં? સુપ્રીમ કોર્ટે વિજય માલ્યા વિરૂદ્ધ બેંક એસોશિયન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમ્યાન આ પૂછ્યું હતું.

ગત સુનાવણીમાં બેંક એસોશિયેસને સુપ્રીમ કોર્ટને માંગ કરી હતી અને કહ્યું હતું કે વિજય માલ્યાને આદેશ આપે કે તે ડિઇગો ડીલથી પ્રાપ્ત થયેલા 40 મિલિયન યૂ એસ ડોલરને એક સપ્તાહની અંદર ભારત લઇને આવે. આ પહેલાં વિજય માલ્યાની અરજી પર બેંકે નોટિસ બહાર પાડીને જવાબ માંગ્યો હતો. અરજીમાં માલ્યાએ અવગણના નોટિસને પરત લેવાની માંગ કરી છે.  સુપ્રીમ કોર્ટે માલ્યા વિરૂદ્ધ અદાલતમાં અવગણના મામલે સુનાવણી પાઢવી હતી.

SBI અને બેંકોએ સુપ્રીમ કોર્ટમાં અદાલતની અવગણના અરજી દાખલ કરી હતી. જેની પર કોર્ટે માલ્યાને નોટીસ પાઠવી પૂછ્યું હતું કે શું તેઓ તેમની વિરૂદ્ધ અવગણનો કેસ ચલાવવા માંગશે. બેંકની અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પર માલ્યાએ સિલ કવરમાં સંપત્તિની જે માહિતી આપી છે. તે ખોટી છે. માલ્યાએ 2500 કરોડની રોકડ લેવડદેવળ છુપાવી છે. જે કોર્ટના આદેશની અલગણના છે. કોર્ટના આદેશ પર માલ્યાએ દેશ વિદેશની પોતાની સંપત્તિ અંગે માહિતી આપી હતી.

http://sambhaavnews.com/

 

You might also like