નોટબંધી પર SC એ કોર્ટે મોદી સરકારને પૂછ્યા પ્રશ્નો, 14 ડિસેમ્બર સુધી માંગ્યો જવાબ

નવી દિલ્હી: નોટબંધી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને કેટલાક પ્રશ્નો પૂછ્યા. કોર્ટે સરકાર પાસે બુધવાર સુધી આ પ્રશ્નોના જવાબ માંગ્યા છે. કોર્ટે સરકારને પૂછ્યું કે સરકારે લોકોની સમસ્યા દૂર કરવા માટે શું પગલાં ઊઠાવ્યા છે. નોટબંધી માટે આગળની સુનાવણી બુધવારે થશે.

કોર્ટે પૂછ્યું કે શું સરકાર ચલણથી બહાર કરવામાં આવેલી નોટોને સરકારી હોસ્પિટલોમાં એના ઉપયોગની સમય મર્યાદા વધારવાની પરવાનગી આપશે? એવું પણ પૂછ્યું કે શું જિલ્લા સહકારી બેંકોને ચલણથી બહાર કરવામાં આવેલી નોટ જમા કરવાની અનુમતિ આપવામાં આવી શકે છે?

સાથે કોર્ટે પૂછ્યું કે શું એ એક અઠવાડિયા માટે નિર્ધારિત 24 હજાર રૂપિયામાં એક નિશ્વિત ન્યૂનતમ રકમ નિકાળવાની પરવાનગી આપવાના પક્ષમાં છે? દરેક વ્યક્તિને પ્રતિ સપ્તાહ 24 હજાર રૂપિયા નિકાળવાની પરવાનગી હોવા છતાં સરકાર આવું કરવામાં નિષ્ફળ કેમ રહી? સાથે પૂછ્યું કે શું તમે જ્યારે એ યોજના બનાવી તો પૂરી રીતે ખાનગી હતી?

તો બીજી બાજુ સરકાર તરફથી કોર્ટમાં રજૂ થયેલી અટોની જનરલ એજી રોહતગીએ કહ્યું કે સરકારે લોકોની સમસ્યા દૂર કરવા માટે શક્ય એટલા પગલાં ઊઠાવશે. આ બાબતની આગળની સુનાવણી 14 ડિસેમ્બરે થશે.

You might also like