સુપ્રીમ કોર્ટે માલ્યા અને પરિવારની તમામ સંપત્તિનો હેવાલ આપવાનાં આદેશો આપ્યા

નવી દિલ્હી : બેંકો પાસેથી 9000 કરોડ રૂપિયાની લોન લઇને વિદેશ ભાગેલા વેપારી વિજય માલ્યાની વિરુદ્ધ સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિજયમાલ્યાની દુનિયાભરમાં જેટલી પણ સંપતિ છે તેની જાણકારી બેંકોને આપે. કોર્ટે સાથે તે પણ જણાવ્યું કે વિજય માલ્યાનાં પરિવારની પણ જેટલી સંપત્તિ છે તેની જાણકારી પણ આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બેંકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે માલ્યાએ પોતાની સંપત્તિઓનો પુરો અહેવાલ નથી આપી રહ્યા.

બેંકોએ જણાવ્યું કે લોનની રિકવરી કરવા માટે માલ્યા અને તેનાં પરિવારની સંપત્તિનો ખુલાસો કરવામાં આવે તે જરૂરી છે. સાથે જ લોન રિકવરી કરવા માટે માલ્યાનું વ્યક્તિગત્ત રીતે કોર્ટમાં રજુ થઇને ગેરેન્ટી આપવું પણ જરૂરી છે. વિજય માલ્યાનાં વકીલે કહ્યું કે તેને તે બાબતની કોઇ જ જાણ નથી કે તેમનાં ક્લાઇન્ટ (વિજય માલ્યા) ભારત પરત ક્યારે આવી રહ્યા છે.
બેંકોની અપીલ બાદ ગત્ત અઠવાડીયે માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં હલફનામું દાખલ કરીને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે બેંકોની અરજી રદ્દ કરવી જોઇએ, કારણ કે કોઇ પણ કોર્ટે બેંકોને કોઇ આદેશ આપ્યો નથી. માલ્યાએ કહ્યું હતું કે બેંકોને તેની સંપત્તિનો રિપોર્ટ માંગવાનો કોઇ અધિકાર નથી. માલ્યાએ હલફનામામાં તે પણ જણાવ્યું હતું કે તે વિદેશોમાં પોતાની સંપત્તિનો અહેવાલ નહી આપે કારણ કે NRIએ તેવું કરવાનું નથી હોતું.

વિજય માલ્યાની તરફથી કોર્ટમાં રજુ થયેલા વકીલે કહ્યું કે બેંક માત્ર પોતાનાં પૈસા જ પાછા નથી માંગતી પરંતુ માલ્યાને પણ જેલભેગો કરવા માંગે છે. સરકારની તરફથી કોર્ટમાં રજુ થયેલા એટોર્ની જનરલે કોર્ટમાં કહ્યું કે માલ્યાએ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન કર્યું છે અને હવે સરકાર કાયદા અનુસાર પગલું ભરશે.

You might also like