સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજના પગારમાં ધરખમ વધારો

નવી દિલ્હી: જજની નિમણૂકના મુદ્દે ભલે વિવાદ ચાલતો હોય પણ જજના પગારવધારા મુદ્દે તંત્ર અને ન્યાયપાલિકા વચ્ચે એકમત જોવા મળ્યો છે. તેના કારણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજના પગારમાં ધરખમ વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ માટે એનડીએ સરકારે મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજના પગારમાં વધારો કરવાના પ્રસ્તાવને સરકારની મંજૂરી મળતાં હવે ભારતના મુખ્ય ન્યાયાધીશને ભથ્થા ઉપરાંત 2.80 લાખ પગાર મળશે. આ પહેલાં તેમને સરકારી આવાસ, વાહન અને બીજાં અન્ય ભથ્થાં સિવાય દર માસે એક લાખ પગાર મળતો હતો, જે હવે 2.80 લાખ થઈ જશે. જજના પગારવધારા અંગે સંશોધન સંબંધી આ પ્રસ્તાવ હવે ટૂંક સમયમાં જ કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ કાયદાપ્રધાન આ વિધેયકને સંસદમાં રજૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજના પગારમાં દર દસ વર્ષે સંશોધન કરવામાં આવે છે. આ સંબંધે સુપ્રીમ કોર્ટની સમિતિએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જોકે સરકારે આ અંગે તમામ જોગવાઈ મંજૂર કરી નથી, જેમ કે સમિતિએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનો પગાર ત્રણ લાખ દર માસે (ભથ્થાંને બાદ કરતાં) કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પણ સરકારે 2.80 લાખ મંજૂર કર્યો છે.

http://sambhaavnews.com/

You might also like