મની માફિયાઓ પર તવાઇ :સુપ્રીમ કોર્ટે સહારાની સંપત્તિ વેચવાનો આપ્યો આદેશ

નવી દિલ્હી : સહારા ગ્રુપને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દેશની સર્વોચ્ચ કોર્ટ સહારાની બિનવિવાદિત સંપત્તીઓ વેચવા માટેનાં આદેશો આપ્યા છે. વકીલોએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપનાં અયોગ્ય બોન્ડ્સમાં રોકાણ કરનારા લાખો રોકાણકારોનાં પૈસા પરત કરવા માટે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ને સહારાની સંપત્તિ વેચવા માટેની જવાબદારી સોંપી છે.

મંગળવારે અપાયેલા પોતાનાં આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક્સપર્ટ એજન્સીઓ સહારાની તે 86 સંપત્તિઓની કિંમતો નક્કી કરે જે સંપત્તિઓ બિનવિવાદિત હોય.સહારાની સંપત્તિઓનાં માટે જો સંબંધિત ક્ષેત્રમાં સર્કલ રેટથી 90 ટકા જેટલી બોલી લાગે તો તે વેચવી પરંતુ તેનાથી ઓછી બોલી લાગે તો ન વેચવા માટેનાં આદેશો અપાયા છે. સુપ્રીમ કોર્ટે તે સવાલ પણ ઉછાવ્યો કે સહારાની એંબી વેલી કેમ ન વેચાવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, હજી થોડા દિવસો અગાઉ જ અમેરિકાથી સહારા ગ્રુપ માટે રાહતનાં સમાચાર આવ્યા હતા. જ્યાં તે પોતાની બે હોટલોની નિલામીમાં સફળ રહ્યું હતું. ગ્રુપને પોતાની હોટલ બચાવવા માટે જૂન સુધીનો સમય મળી ગયો હતો. જો કે સુપ્રીમ કોર્ટનાં હાલનાં આદેશ સહારા ગ્રુપ માટે આધાતજનક છે. સહારા ગ્રુપનાં સર્વેસર્વા સુબ્રતો રોય લાંબા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. તેને માર્ચ 2014માં જેલ ભેગા કરવામાં આવ્યા હતા. તે રોકાણકારોનાં પૈસા પરત કરવામાં અસફળ રહ્યા હતા. 2015માં કોર્ટે કહ્યું હતું કે સહારા ગ્રુપે કુલ 360 અબજ રૂપિયા રોકાણકારોને પરત કરવાનાં રહેશે.

You might also like