૬ જુલાઈથી ધો.૧૦, ૯ જુલાઈથી ધો.૧૨ની પૂરક પરીક્ષા

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની પૂરક પરીક્ષા ૬ જુલાઇથી ૯ જુુલાઇ સુધી લેવામાં આવશે. જ્યારે ધો.૧ર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા ૯ જુલાઇથી યોજાશે. ધો.૧૦ અને ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું બાકી છે.

જે આગામી સપ્તાહે જાહેર થવાની શકયતા છે. ૯ જુલાઇને સોમવારના રોજ સવારનાં સેશનમાં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ અને ધો.૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષા બપોરનાં સેશનમાં યોજાશે.

ધો.૧૦ની જુલાઇની પૂરક પરીક્ષા માટે ૬ જુલાઇ શુક્રવારે સવારે ૧૦-૦૦થી બપોરે ૧-ર૦નો સમય નિયત કરાયો છે. પહેલા દિવસે શુક્રવારે ગુજરાતી ભાષા અને પ્રથમ ભાષાનાં પેપર લેવાશે. જ્યારે એ જ દિવસે બપોરના ૩-૦૦થી ૬-ર૦ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રશ્નપત્ર લેવાશે. તા.૭ જુલાઇ શનિવારે સવારે સામાજિક વિજ્ઞાન અને બપોરે અંગ્રેજી દ્વિતીય ભાષાનું પ્રશ્નપત્ર લેવાશે.

૮ જુલાઇએ સવારે ગણિત અને દ્વિતીય ભાષાનાં પેપર લેવાશે. ૯ જુલાઇઅે ધો.૧રની પૂરક પરીક્ષામાં સવારે ગુજરાતી ભાષાનું પ્રશ્નપત્ર લેવાશે.

ધો.૧૦માં ૧૧ લાખ જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે. ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું ૭ર.૯૯ ટકા પરિણામ જાહેર થઇ ચૂકયું છે. ધો.૧૦માં બે વિષય અને ધો.૧રમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજાય છે. અંદાજે ૩.૭પ લાખથી વધુ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે તેવી શકયતા છે.

You might also like