આશા પારેખની આત્મકથા પબ્લિશ કરશે સલમાન ખાન

મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન, અભિનેત્રી આશા પારેખની આત્મકથા ‘ધ હિટ ગર્લ’ ઔપચારીક રૂપેથી 10 એપ્રિલે પ્રકાશિત કરાવવાનો છે. વર્ષ 1960ના દશકમાં સફળ ફિલ્મોની સાથે દર્શકોના હ્રદય પર રાજ કરી ચુકેલી અભિનેત્રીએ સલમાન ખાનના પરિવાર સાથેનો ઇતિહાસ લોકો સાથે શેર કર્યો છે.

સલમાનના પિતા અને લેખક સલીમ ખાનની બીજી પત્નિ હેલન આશા પારેખની નજીકની મિત્ર હતી તેમજ વહિદા રહેમાન, નંદા, સાધના અને અભિનેત્રી શમ્મીના ગર્લ ગેંગના સભ્ય હતા. આશાએ જણાવ્યું કે ‘સાધના અને નંદા જતા રહ્યા છે હવે માત્ર હેલન , વહિદા, શમ્મી આંટી અને હું જ છું. તેઓએ વધુમાં જણાવ્યુ કે ‘હું હંમેશાથી આવી રીતનું કોઈ કામ કરવા ઈચ્છતી હતી પરંતુ લાંબા સમયથી આ નહોતું થઈ રહ્યુ. મારા ખુબ સારા મિત્ર અને પત્રકાર ખાલિદ મોહમ્મદે આ કાર્યમાં મારી મદદ કરી. તેઓને ઘણા વર્ષોથી ઓળખું છું,  આશા છે કે લોકોને આ પુસ્તક પસંદ આવશે.

You might also like