ટ્રેનમાં તહેનાત સુપરિન્ટેન્ડેન્ટ યાત્રીની દરેક મુશ્કેલી માટે જવાબદાર રહેશે

નવી દિલ્હી: સફરના યાત્રીઅોને રેલવે મુસાફરી દરમિયાન અાવનારી તમામ પ્રકારની પરેશાનીઅોને દૂર કરવા માટે રેલવે ખૂબ જ જલદી ટ્રેનમાં સુપરિન્ટેન્ડેન્ટ તહેનાત કરશે. તેને નામ અપાયું છે ‘ટ્રેન સુપરિન્ટેન્ડેન્ટ’ જે પેસેન્જરને મળનારી ફેસિલિટીઝ માટે ચાલતી ટ્રેનમાં જવાબદાર અધિકારી હશે.

ફૂડ, સીટિંગ અેરેજમેન્ટ, સિક્યોરિટી વેન્ડર્સના મનગમતા ભાવ અને બેડરોલથી લઈને કોઈ પણ પ્રકારની પરેશાની અાવશે તો તમારે અલગ અલગ અધિકારીઅો કે એજન્સીઅો પાસે નહીં જવું પડે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુઅે અા વાતની જાણકારી અાપી. કેટલીક ટ્રેનમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે અા શરૂ કરી દેવાયું છે. સુરેશ પ્રભુઅે ટ્વિટ કરીને જણાવ્યું કે હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈ પણ પરેશાની નહીં રહે. દરેક એક્સપ્રેસ ટ્રેનમાં ‘ટ્રેન સુપરિન્ટેન્ડેન્ટ’ હાજર રહેશે. અાગામી સ્ટેશન સુધીની તમામ પરેશાનીઅો દૂર કરવાની જવાબદારીઅો તેની હશે.

હાલમાં દિલ્હીથી ચાલનારી કેટલીક રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં અાનો પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. તમામ એજન્સીઅો અને અધિકારીઅો ટ્રેન સુપરિન્ટેન્ડેન્ટ (ટીએસ) કોન્ટેક્ટમાં રહેશે. તેની સાથે એક પ્રોડક્ટ મેનેજર પણ હશે જે અા બધા પર નજર રાખશે.

એપ દ્વારા શેર થશે માહિતી
રેલવે મંત્રાલયના સૂત્રોઅે જણાવ્યું કે ટીએસ પાસે ટેબલેટ હશે જેની પર પેસેન્જરની ફરિયાદ જાણીને તેના સંબંધિત કર્મચારીઅોને જણાવાશે. રાજધાની ટ્રેનો માટે દિલ્હી ડિવિઝનના કોમર્શિયલ મેનેજરને પ્રોડક્ટ મેનેજરની જવાબદારી સોંપવામાં અાવી છે. પ્લાન મુજબ રેલવેઅે એક એપ તૈયાર કરી છે જેમાં ટ્રેનના તમામ કર્મચારીઅો, ટીએસ અને પ્રોડક્ટ મેનેજરની વચ્ચે ઇન્ફર્મેશન શેર થશે. રિયલ ટાઈમ બેઝિક પર ફરિયાદો દૂર કરાશે. ફરિયાદ નંબર ૧૩૮ અને સિક્યોરિટી હેલ્પલાઈન ૧૮૨ને પણ અેપ સાથે જોડવામાં અાવશે.

તત્કાલ ટિકિટ રદ થતાં ૫૦ ટકા રિટર્ન મળશે
રેલવે યાત્રીઅોને વધુ એક સુવિધા મળવા જઈ રહી છે. તત્કાલ ટિકિટના કેન્સેલેશન પર ૫૦ ટકા રિફંડ મળશે. અત્યાર સુધી સુવિધા અને તત્કાલ ટિકિટના કેન્સેલેશન પર કોઈ રિફંડ મળતું ન હતું. રેલવે બોર્ડના અેક વરિષ્ઠ અધિકારીઅે જણાવ્યું કે ૧ જુલાઈથી રેલવે સુવિધા અને તત્કાલ ટિકિટ પર ૫૦ ટકા રિફંડ અાપવા સહિત ઘણા મોટા બદલાવ કરવાની તૈયારીમાં છે.
http://sambhaavnews.com/

You might also like