ગુંદર-સૂંઠ-કોપરાનો શીરો

સામગ્રી: પાંચસો ગ્રામ ખાવાનો હિરાકણી ગુંદર, પાંચસો ગ્રામ સૂકા કોપરાના ગોળા, દોઢ કિલો ગોળ, દોઢ લિટર દૂધ, સો ગ્રામ સૂંઠ પાઉડર, પચાસ ગ્રામ કાજુ ટુકડા, એક ટીસ્પૂન એલચી પાઉડર, પાંચસો ગ્રામ ઘી, ગોળ અથવા ખાંડ સ્વાદનુસાર

રીત: પહેલાં તો સૂકાં કોપરાને ઝીણું ખમણી લેવું. ગુંદરને ઘીમાં તળી લેવો. હવે એક કડાઈમાં ગુંદર તળીને વધેલું ઘી હોય તેમાં કોપરાના ખમણને વ્હાઈટ રહે તેમ ધીમા તાપે સહેજ શેકી લેવું. ગુંદરને પીસી લેવો. હવે મોટી કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકી તેમાં કોપરાનું ખમણ ઘી સહિત નાખી ત્રણ-ચાર મિનિટ ઉકળવા દઈ પછી તેમાં ગુંદર, ગોળ અથવા ખાંડ નાખી ધીમા તાપે સતત હલાવતા રહી ઘટ્ટ થવા દો. જ્યારે એકદમ લચકા પડતું ઘટ્ટ થઈ જાય એટલે તાપ પરથી નીચે ઉતારી તેમાં સૂંઠ, એલચી તથા કાજુ નાખી સારી રીતે મિક્સ કરી ડબ્બામાં ભરી લો. આ શીરો લાંબો સમય સારો અને સ્વાદિષ્ટ રહી શકે છે

You might also like