સનરાજર્સ હૈદરાબાદની ટીમે મંગળવારે આઇપીએલ-2018ની રોમાંચક 23મી મેચમાં પોતાના બોલરના શાનદાર પ્રદર્શન પર મુંબઇ ઇન્ડીયન્સને 31 રને પરાજય આપ્યો છે. વાનખેડે મેદાનમાં રમાયેલ મેચમાં હૈદરાબાદની ટીમે પહેલા બેટિંગ કરતાં 18.4 ઓવરમાં 118 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.
જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતુ. મુંબઇની ટીમ 18.5 ઓવરમાં 87 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચ શાનદાર બોલિંગના કારણે યાદ રાખવામાં આવશે કારણ કે આ ટી-20 મેચમાં બંને ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓછા સ્કોરની મેચમાં હૈદરાબાદની ટીમના બોલરે શાનદાર પ્રદર્શન બતાવ્યું હતું.
હૈદરાબાદની ટીમની 6 મેચમાંથી આ ચોથી જીત હતી જ્યારે મુંબઇ ઇન્ડિયન્સનો 6 મેચમાંથી આ પાંચમો પરાજય હતો. 119 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડીયન્સ ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. હૈદરાબાદની ટીમ તરફથી સિદ્ધાર્થ કૌલે ચાર ઓવરમાં 23 રન આપી સૌથી વધું ત્રણ વિકેટ ઝડપી હતી.
રાશિદ ખાન અને બેસિલ થંપીએ બે-બે વિકેટ ઝડપી હતી. મુંબઇ તરફથી સૌથી વધારે 34 રન સૂર્યકુમાર યાદવે કર્યા હતા. આ પહેલા મુંબઇ ઇન્ડિયન્સની ટીમના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે હૈદરાબાદની ટીમ 118 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. મુંબઇ તરફથી હાર્દિક પંડયા, મેકલેનાધન અને મયંક માર્કેંડેએ બે-બે વિકેટ ઝડપી હતી.
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો…
(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના…
અમદાવાદ: એસટીના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ…