લ્યો બોલો..!!! સન્ની લિયોનનો ન્યૂડ ફોટો સરકારી વેબસાઇટ પર છવાયો

નવી દિલ્હી: પોર્ન સ્ટારમાંથી બોલીવુડ એક્ટ્રેસ બનેલી સની લિયોનનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. જ્યારેથી તેણે બોલીવુડમાં એન્ટ્રી કરી છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલી રહે છે. અને હવે ફરી એકવાર તેનું નામ વિવાદોમાં આવ્યું છે. આ નવો વિવાદ છે, સની લિયોનની ટોપલેસ તસવીરનો ‘ગ્રેટર હૈદરાબાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન’ (GHMC)ની વેબસાઇટ પર તેનો ફોટો દેખાવવાનો.

આ સરકારી વેબસાઇટ પરથી સને લિયોનનો ન્યૂડ ફોટો હટાવવા માટે ટેક્નિકલ ટીમ ઘણીવાર પ્રયત્ન કરી ચૂકી છે. તેમછતાં તેનો ફોટો સાઇટ પર દેખાઇ છે. આ ઘટના સોમવાર (25 એપ્રિલ)ની છે. સની લિયોનનો ફોટો જેવો સાઇટ પર જોવા મળ્યો કે તરત જ વેબસાઇટના વિજિટર્સની સંખ્યા 16 ગણી વધી ગઇ.

મુંબઇ મિરરમાં છપાયેલા સમાચાર મુજબ વેબસાઇટમાં આવેલી આ સમસ્યાના સમાધાન માટે ટેક્નિકલ ટીમ આખો દિવસ ધંધે લાગી ગઇ અને માંડ માંડ આ ફોટાને સાઇટ પરથી હટાવવામાં સફળતા મળી. આ ફોટો મેન પેજ પરથી દૂર થઇ ગયો પરંતુ ત્યારબાદ વેબસાઇટની બાકીની લીંક પર દેખાવવા લાગ્યો. GHMCના એક અધિકારીએ મુંબઇ મિરરને આ વિશે આપેલા નિવેદનમાં કહ્યું કે વેબસાઇટને સેંટર ફોર ગુડ ગવર્નેંસ CGG દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. એટલા માટે તેની જવાબદારી છે.

ઇ-ગવર્નેંસ CGGના ડાયરેક્ટર વિજય કરણ રેડ્ડીએ કહ્યું હતું કે ‘આના માટે અમને જવાબદાર ગણાવી ન શકાય. જ્યાં સુધી અમે જાણીએ છીએ, ઓપરેટીંગ કંપની અને કોર્પોરેશન વચ્ચે કરારને રદ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ GHMC(IT) એડિશનલ કમિશનર સુરેન્દ્ર મોહને કહ્યું કે અપરાધીઓની શોધખોળ માટે તપાસરૂપે પગલાં ભરવામાં આવ્યા છે જેથી આવું બીજું વખત ન બને.

You might also like